નવજીવન ન્યૂઝ. જૂનાગઢઃ સોશિયલ મીડિયામાં લાઈક અને ફોલોવર્સ વધારવાના ચક્કરમાં કેટલાક લોકો જીવ જોખમમાં મુકીને સેલ્ફી લેતા હોય છે. જેના કેટલીકવાર કરૂણ પરિણામ આવતા હોય છે. ત્યારે આવો જ બનાવ જૂનાગઢમાં ઉત્તરાયણના દિવસે સામે આવ્યો છે. તહેવારની રજાઓમાં ફરવા ગયેલા સગા ભાઈ-બહેન સેલ્ફી લેવાના ચક્કરમાં મોતને ભેટયા છે. ત્રણના મોતના લીધે શહેરમાં ઉત્તરાયણનો તહેવાર માતમમાં ફેરવાયો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, જૂનાગઢના કેશોદ તાલુકાના થલી ગામના રહેવાસી ઉત્તરાયણની રજાઓમાં ભાખરવડ ડેમ પાસે ત્રણ યુવાનો અને એક યુવતી ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન સેલ્ફી લેવા જતા એક યુવાનનો પગ લપસતા પાણીમાં ડુબ્યો હતો. યુવકને બચાવવા જતા અન્ય ત્રણ લોકો પણ પાણીમાં ડૂબ્યા હતા. ફાયર વિભાગને સમગ્ર બાબતની જાણ કરવામાં આવતાં ચારે લોકને પાણીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ બનાવમાં એક યુવતી અને બે યુવાનના મોત નિપજ્યા હતા. જ્યારે એક યુવકની હાલત ગંભીર થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જેઓનું ડુબી જવાથી મોત નિપજ્યું હતું, તેઓ સગા ભાઈ-બહેન છે. ભાઈ-બહેનાનું મોત થતા તહેવારની ઉજવણી માતમમાં છવાઈ હતી અને સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796