નવજીવન ન્યૂઝ. પંચમહાલ: રાજ્યમાં ઉત્તરાયણના તહેવારને પગલે પર્યટન સ્થળો પર ઘસારો જોવા મળ્યો છે. એવામાં પંચમહાલના ધાર્મિક સ્થળ પાવાગઢ(Pavagadh Temple) માં પણ ભાવિકોનો ઘસારો જોવા મળ્યો હતો. ભાવિકોએ પાવાગઢમાં રોપવે (Pavagadh Ropeway)નો ભરપૂર ઉપયોગ કર્યો હતો પરંતુ હવે આવતીકાલથી ભાવિકો રોપવેનો ઉપયોગ નહીં કરી શકે. કારણ કે, આવતીકાલે તારીખ 16 જાન્યુઆરીના રોજથી 21 જાન્યુઆરી સુધી 5 દિવસ સુધી રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
મહત્વની વાત છે કે, પાવાગઢ મંદિરે વર્ષે દહાડે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા હોય છે. એવામાં પાવાગઢના પર્વત પર જવા માટે રોપવે સુવિધા શરૂ થતા સહેલગાહે આવતા લોકોની સુવિધામાં વધારો થયો છે. પરંતુ સુવિધા સાથે સુરક્ષા પણ જરૂરી હોય છે માટે રોપવેનું સમયાંતરે રખરખાવનું કામ કરવામાં આવે છે. ત્યારે આવતીકાલે તારીખ 16 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી રોપવેનું રખરખાવનું કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના કારણે પાવાગઢ આવતા પ્રવાસીઓને રોપવેનો લાભ નહીં મળી શકે.
ઉલ્લેખનીય છે કે, પાવાગઢમાં ગતરોજ ઉત્તરાયણના પર્વને દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ આશરે 2 લાખ કરતા વધારે લોકોએ ગતરોજ પાવાગઢનો પ્રવાસ કર્યો હતો. ઉપરાંત તાજેતરમાં જ ઠંડી અને ભારે પવનના કારણે બે દિવસ રોપવે સેવાને બે દિવસ માટે બંધ રાખવી પડી હતી. અને હવે રોપવેના મેન્ટેનન્સ માટે 5 દિવસ રોપવે બંધ રાખવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








