Five Aadhaar cards in one app : ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) એ આધાર કાર્ડ યુઝર્સ માટે એક મોટા સમાચાર આપ્યા છે. mAadhaar એપ્લિકેશનમાં હવેથી એક જ મોબાઈલ ફોન પર 5 આધાર પ્રોફાઈલ ઉમેરી શકાશે. આ સુવિધાના કારણે પરિવારના સભ્યોના આધાર કાર્ડનું મેનેજમેન્ટ સરળ બનશે. આધાર કાર્ડને ફિઝિકલી સાથે રાખવાની જરૂર નહીં રહે તેમજ કાર્ડ ખોવાઈ જવાની તથા ખરાબ થવાની સમસ્યામાંથી છૂટકારો મળશે. આ અપડેટ X પર શેર કરાયું છે.
mAadhaar એપ્લિકેશનમાં UIDAI એ એક અત્યંત ઉપયોગી સુવિધા શરૂ કરી છે. જેમાં પરિવારના અલગ-અલગ સભ્યોના આધાર કાર્ડની માહિતી સંભાળવી વધુ સરળ બની છે અને ફિઝિકલ આધાર કાર્ડને સાથે રાખવાની ઝંઝટમાંથી છૂટકારો મળ્યો છે.
આધાર પ્રોફાઈલ ફોનમાં કેવી રીતે ઉમેરશો ?
એપ્લિકેશન ડાઉનલોડ કરો : સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી સત્તાવાર mAadhaar એપ ડાઉનલોડ કરો.
સિક્યોરિટી પિન બનાવો : એપ ઓપન કરીને તમારો 6-અંકનો સિક્યોરિટી પિન સેટ કરો.
Add Profile વિકલ્પ પસંદ કરો : એપ્લિકેશનના હોમ સ્ક્રીન કે ડેશબોર્ડ પર આપેલા “Add Profile”ના ઓપ્શન પર ટેપ કરો.
આધાર નંબર અથવા QR કોડ : જે-તે વ્યક્તિનો 12 અંકનો આધાર નંબર દાખલ કરો અથવા આધાર કાર્ડનો QR કોડ સ્કેન કરો.
OTP અને ઓથેન્ટિકેશન : આધાર સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો OTP દાખલ કરો અથવા ફેસ ઓથેન્ટિકેશન પૂરું કરો.
પ્રોફાઈલ સક્સેસફુલ : વેરિફિકેશન પૂર્ણ થતાં જ પરિવારના સભ્યની પ્રોફાઈલ તમારા ફોનમાં સક્સેસફુલી એડ થઈ જશે.








