Sunday, August 16, 2026
HomeNationalવંદે માતરમ્ કેમ અટકાવ્યું ? શરમ બાકી હોય તો દેશની માફી માંગો,...

વંદે માતરમ્ કેમ અટકાવ્યું ? શરમ બાકી હોય તો દેશની માફી માંગો, અમિત શાહે સોનિયા ગાંધીને ઘેર્યા

- Advertisement -

Sonia Gandhi Vande Mataram Controversy : સ્વાતંત્ર્ય દિવસ પર કોંગ્રેસ કાર્યાલય ખાતે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના ગાન દરમિયાન તેમના હાવભાવ અંગે ઊભો થયેલો કથિત વિવાદ વકરતો જાય છે. કર્ણાટકના મેંગલુરુ સ્થિત ઉર્વા પોલીસ સ્ટેશનમાં ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ ઔપચારિક ફરિયાદ નોંધાવવામાં આવી છે. અમિત શાહે રાજસ્થાન ખાતેના એક કાર્યક્રમમાં સોનિયા ગાંધી પર પ્રહાર કરી (Amit Shah launches verbal attack on Sonia Gandhi) દેશની માફી માગવા કહ્યું છે. જ્યારે BJP MLA અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના વંશજ સુમિત્રો ચેટર્જીએ સોનિયા ગાંધીને બિનશરતી માફી માગવા કહ્યું છે. અત્રે નોંધનીય છે કે, સોનિયાએ સ્વતંત્રતા દિવસે કૉંગ્રેસ મુખ્યાલયમાં વંદે માતરમને રોકવાનો ઈશારો કર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, વોટ બેંકના લોભમાં કૉંગ્રેસે વંદે માતરમને ભૂલાવી દીધું હતું. કૉંગ્રેસની નિર્લજ્જતા જુઓ… કોંગ્રેસ પાર્ટી મુખ્યાલય પર વંદે માતરમનું ગાન થઈ રહ્યું હતું. વચ્ચે જ કૉંગ્રેસના નેતા સોનિયાજીએ કૉંગ્રેસ અધ્યક્ષને ગાન રોકવા કહ્યું. આ ગાન ફરીથી સન્માન પ્રાપ્ત કરી રહ્યું છે, તે પણ સોનિયાજીને પસંદ નથી આવતું. સોનિયાજી, 140 કરોડની જનતા તમને જોઈ રહી છે. તમારા દ્વારા કરવામાં આવેલું આ પાપ આ દેશની જનતા ક્યારેય માફ નહીં કરે. કોંગ્રેસીઓમાં જરા પણ શરમ બચી હોય તો હાથ જોડીને બંકિમ બાબુની અમર આત્મા અને જનતા પાસે માફી માંગવી જોઈએ.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular