Sunday, August 16, 2026
HomeGujaratરાજકોટમાં હૃદયભેદક ઘટના, તળાવમાં ડૂબતાં 5 વર્ષના બાળકને બચાવવા જતાં બે સગા...

રાજકોટમાં હૃદયભેદક ઘટના, તળાવમાં ડૂબતાં 5 વર્ષના બાળકને બચાવવા જતાં બે સગા ભાઈ સહિત 4ના મોત

- Advertisement -

Drowning incident in Rajkot : રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડી વાળા પીરની દરગાહ નજીક તળાવમાં પડેલા ત્રણ બાળક અને એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે. એક જ પરિવારના ચાર લોકોના મોત (Four people from the same family died) થતાં પરિવારજનો ભારે આઘાતમાં આવી ગયા છે. 5 વર્ષીય સેફુ નામનું બાળક ડૂબવા લાગતાં તેને બચાવવા ગયેલા અન્ય ત્રણ પણ પાણીમાં ડૂબી ગયા હતા. ચાર મૃતક પૈકી એક સોહાન સોરાનો આજે જન્મ દિવસ હતો અને ઊજવણીની ઘડીઓ શોકમાં તબદીલ થઈ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર રોણકી ગામના સાજીદભાઈ સોરાનો પરિવાર પુત્ર સોહાનના 10મા જન્મ દિવસે કુટુંબ સાથે બેડીથી હડમતીયા રોડ પર સ્થિત વીડી પીર દરગાહે દર્શન અને ભોજન માટે ગયો હતો. આ દરમિયાન 5 વર્ષીય નાનો બાળક સેફુ તળાવના પાણીમાં કોઈ કારણોસર ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. પોતાના નાના ભાઈને પાણીમાં ડૂબતો જોઈને તેને બચાવવા સોહન (10 વર્ષ) અને અલીફા (10 વર્ષ) તેમજ 18 વર્ષીય યુવક સાહિલ પણ પાણીમાં કૂદી પડ્યા હતા, પરંતુ એક સાથે ત્રણ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહેલો યુવાન પાણીના ભારે પ્રવાહ અને વજન સામે ટકી શક્યો ન હતો. જોત જોતામાં ચારેય જણ તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિકોએ તાત્કાલિક તળાવમાં ઝંપલાવી ચારેયને બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી કુવાડવા રોડ પોલીસે (Kuvadva Road Police) તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યાં ચારેયને મૃત જાહેર કરાયા હતા.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular