Friday, April 26, 2024
HomeInternationalનેપાળ: 72 લોકો સાથેનું યેતી એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું, બચાવ કામગીરી માટે...

નેપાળ: 72 લોકો સાથેનું યેતી એરલાઈન્સનું પ્લેન ક્રેશ થયું, બચાવ કામગીરી માટે ટીમ તૈનાત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નેપાળ: નેપાળના પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યેતીએરલાઈન્સનું (Yeti Airlines) 72 સીટર પેસેન્જર પ્લેન રનવે પર ક્રેશ થયું છે. હાલમાં એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે અને બચાવ કાંગરીર પણ શરૂ કરી દેવામાં આવી છે. દુર્ઘટના વિશે માહિતી આપતાં યેતી એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે, “જૂના એરપોર્ટ અને પોખરા ઈન્ટરનેશનલ એરપોર્ટ (Pokhara International Airport) વચ્ચે ક્રેશ થયેલા પ્લેનમાં કુલ 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા.”

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરાયેલી તસવીરો અને વીડિયોમાં ક્રેશ સ્થળ પરથી ધુમાડાના ગોટેગોટા નીકળતા દેખાય છે. હેલિકોપ્ટર દ્વારા દુર્ઘટના સ્થળે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે અને બચાવકામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વધુ માહિતી માટે કોઈ સત્તાવાર જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે.

- Advertisement -

પ્રાથમિક જાણકારી મુજબ ખરાબ હવામાનના કારણે પ્લેન પહાડ સાથે અથડાયું હતું. લેન્ડિંગ પહેલા થયેલા અકસ્માત બાદ પ્લેનમાં આગ લાગી હતી. પોખરા પાસે ક્રેશ થયેલું પેસેન્જર પ્લેન ATR-72 યેતી એરલાઈન્સનું છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular