Tuesday, May 26, 2026
HomeGeneral'ભૂલ થઈ ગઈ' - UPSCમાં 'સફળતા' મેળવીને ઝારખંડની યુવતી ખૂબ જ ખુશ...

‘ભૂલ થઈ ગઈ’ – UPSCમાં ‘સફળતા’ મેળવીને ઝારખંડની યુવતી ખૂબ જ ખુશ હતી, સત્ય કંઈક બીજું જ હતું; જાણો આખો કિસ્સો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રામગઢ: કહેવાય છે કે જ્યાં સુધી તમે જાતે ન જુઓ ત્યાં સુધી તમે જે સાંભળ્યું છે તેના પર તમારે વિશ્વાસ ન કરવો જોઈએ, પરંતુ કેટલીકવાર લોકો આવી ભૂલ કરે છે અને પછી તેમને શરમમાં ઝૂકવું છે. આવું ઝારખંડની રહેવાસી 24 વર્ષીય દિવ્યા સાથે થયું છે, જેણે ભૂતકાળમાં UPSCની પરીક્ષામાં સફળતાનો દાવો કર્યો હતો. જો કે હવે તેમના પરિવાર તરફથી કહેવામાં આવ્યું છે કે, દિવ્યા પાંડે નહીં પરંતુ દક્ષિણ ભારતની કોઇ વ્યક્તિએ પરીક્ષા પાસ કરી છે, જેને તેઓ પોતાની દીકરી સમજીને ઉજવણી કરી રહ્યા હતા.



દિવ્યા પાંડેના પરિવારે દાવો કર્યો હતો કે તેમની પુત્રીએ પહેલા પ્રયાસમાં સિવિલ સર્વિસીસની પરીક્ષામાં સફળતા મેળવી હતી. પરંતુ શુક્રવારે તેમણે જિલ્લા પ્રશાસન અને સેન્ટ્રલ કોલફિલ્ડ્સ લિમિટેડ (સીસીએલ)ની માફી માંગી હતી. કારણ કે, તેમના આ દાવા બાદ બંનેએ દિવ્યાનું સન્માન કર્યું હતું. આ સાથે જ મીડિયાએ ખૂબ જ પ્રાથમિકતા સાથે સમાચારો ચલાવ્યા હતા. પરિવારના સભ્યોએ સફળતા વિશે ખોટી માહિતી આપવા અંગે જણાવ્યું હતું કે અજાણતાં ભૂલ થઈ હતી. દિવ્યા પાંડે વતી માફી માંગતા, તેના પરિવારના સભ્યો તેમજ તેના પડોશીઓએ જણાવ્યું હતું કે તે ખરેખર દક્ષિણ ભારતની દિવ્યા પી છે, નહીં કે દિવ્યા પાંડે જેણે યુપીએસસી પરીક્ષામાં 323 મો રેન્ક મેળવ્યો છે.

દિવ્યા પાંડેની મોટી બહેન પ્રિયદર્શિની પાંડેએ જણાવ્યું કે, તેની બહેનને ઉત્તર પ્રદેશમાં રહેતા તેના મિત્રએ માહિતી આપી હતી કે તેણે UPSCમાં 323મો રેન્ક મેળવ્યો છે. આ પછી તેણે UPSCની વેબસાઈટ પર પરિણામ જોવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઈન્ટરનેટ કામ કરી રહ્યું ન હતું, જેના કારણે તેણે જાતે પરિણામ જોયું ન હતું અને તેના પર આધાર રાખીને જાહેરાત કરી હતી. આ એક અજાણતાં થયેલી ભૂલ હતી.



સમગ્ર મામલામાં પરિવારના સભ્યોએ દાવો કર્યો હતો કે, ફેક ન્યૂઝ કે ખોટા દાવા ફેલાવવાનો કોઇ ઇરાદો નથી. તેમણે કહ્યું કે સત્ય જાણ્યા બાદ ઝારખંડના રામગઢ જિલ્લાના ચિત્તરપુર બ્લોકમાં આવેલી રાજરપ્પા કોલોનીની રહેવાસી દિવ્યા દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. તેમણે ઉમેર્યું: “અમે આ ભૂલ માટે માફી માંગીએ છીએ.” 2017માં રાંચી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલી દિવ્યાએ દાવો કર્યો હતો કે: “હું દરરોજ લગભગ 18 કલાક અભ્યાસ કરતી હતી અને ઘણી બધી એનસીઈઆરટી પુસ્તકો વાંચતી હતી, જેના કારણે મને પ્રથમ પ્રયાસમાં જ સફળતા મળી હતી.” હાલમાં, રામગઢના અધિકારીઓએ આ અંગે યુવતી અથવા તેના પરિવાર સામે કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસનું કહેવું છે કે આ માનવીય ભૂલ છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular