Monday, April 20, 2026
HomeBusinessરોકાણકારોએ આયર્ન ઓરમાંથી લેણ છોડી નાખતા ભાવ ત્રણ મહિનાના તળિયે

રોકાણકારોએ આયર્ન ઓરમાંથી લેણ છોડી નાખતા ભાવ ત્રણ મહિનાના તળિયે

- Advertisement -

ચીનની સેન્ટ્રલ બેન્કે મોર્ગેજ વ્યાજદર ઘટાડ્યા છતાં આયર્ન ઓરના ભાવ ઘટયા

ભારતે જાન્યુઆરીમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ ૩૩૨ લાખ ટન આયર્ન ઓરની નિકાસ કરી

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ચીનમાં લ્યુનાર નવા વર્ષની રજાઓ પૂરી થયા પછી, સ્ટીલની માંગે મજબૂતી ધારણ ના કરતાં કંટાળેલા રોકાણકારોએ આયર્ન ઓરમાંથી (Iron Ore) લેણ છોડી નાખતા ભાવ ત્રણ મહીનાની બોટમે આવી ગયા હતા. રજાઓ પહેલા ચીનના એક્સ્ચેન્જ બંધ થયા અગાઉ વાયદા ૩ ટકા વધ્યા પછી સિંગાપુર એક્સચેન્જમાં નબળાઈ શરૂ થઈ હતી. સિંગાપુર માર્ચ વાયદો એક તબક્કે ટન દીઠ ૧૨૦.૯૫ ડોલર થઈ ૪.૯ ટકા ઘટી ૧૨૧.૧૦ ડોલર મુકાયો હતો. જ્યારે ચીનનો ડેલિયાન કોમોડિટી એક્સ્ચેન્જ વાયદો ૫.૪ ટકા ઘટી ૧ નવેમ્બર પછીની નીચી સપાટીએ ૯૯૫ યુઆન (૧૨૬.૩૫ ડોલર) મુકાયો હતો.

બાંધકામ ક્ષેત્રને જોખમમાંથી ઉગારવા ચીનની સેન્ટ્રલ બેન્કે મોર્ગેજ માટેના વ્યાજદર ઘટાડ્યા છતાં આયર્ન ઓરના ભાવ ઘટયા હતા. પાંચ વર્ષની લોન માટેના વ્યાજદર ૦.૨૫ ટકા ઘટાડીને ૩.૯૫ ટકા, જે બજારની અપેક્ષા ૦.૦૫થી ૦.૧૫ ટકા કરતાં પણ વધુ હતો. એનાલિસ્ટો કહે છે કે ફેરસ મેટલના ભાવ ટકાવવા માટે આટલો વ્યાજ ઘટાડો પૂરતો નથી. કોલસાના ભાવ જે રીતે ઘટયા, તેનાથી બજારનો વિશ્વાસ ડગી ગયો હતો, આ ઘટનાએ પણ આયર્ન ઓરના ભાવને વધુ નીચે જવા ફરજ પાડી હતી.

- Advertisement -

ભારતે જાન્યુઆરીમાં છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ ૩૩૨ લાખ ટન આયર્ન ઓરની નિકાસ કરી હતી. આમાંથી ૯૭ ટકા સૌથી વધુ નિકાસ ચીન ખાતે થઈ હતી. પેલેટ આયર્ન ઓરની નિકાસ પણ ૧૭.૭ લાખ ટન, માર્ચ ૨૦૨૦ પછીની સૌથી વધુ હતી. ૨૦૨૩માં વર્ષાનું વર્ષ આ નિકાસ ૪૬ ટકા વધીને નિકાસ ૧૦૮ લાખ ટન થઈ હતી. ફાઈનેસ અને લમ્પસ સ્વરૂપે આયર્ન ઓરની નિકાસ માર્ચ ૨૦૨૧ પછીની સૌથી વધુ ૪૮.૬ લાખ ટન થઈ હતી.

ભારતની આગેવાન ખાણોનું ૨૦૨૩માં ઉત્પાદન ૧.૩ ટકા વધીને ૨૫૭૬ લાખ ટન થયું હતું. યોજનાબદ્ધધ રીતે સંખ્યાબંધ ખાણોને બંધ કરવાની હોવાથી ૨૦૨૪થી ૨૦૩૦ સુધીની આગાહીમાં જણાવ્યા મુજબ સીએજીઆર (કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ)ના ઘટાડા દર પ્રમાણે ઉત્પાદન ૧.૩ ટકા ઘટી ૨૦૩૦ સુધીમાં ૨૩૫૨ ટન રહેવાનું અનુમાન છે.

ભાવની ઘટતા દરે નવી આગાહી મુજબ ૨૦૨૪માં ૯૫ ડોલર, ૨૦૨૫માં ૮૦ ડોલર, અને ૨૦૨૬માં ૭૫ ડોલર રહેશે, અગાઉના અનુમાનો અનુક્રમે ૮૫ ડોલર, ૭૫ ડોલર અને ૭૦ ડોલર મુકાયા હતા. ફિચ રેટિંગ એજન્સી કહે છે કે ટૂંકાગાળાના ઉત્પાદન વૃધ્ધિના અનુમાનો અને ઓછી અનામત આયર્ન ઓરને ધ્યાનમાં લેતા, ૨૦૨૪ના આરંભના ભાવમાં તેનું પ્રતિબિંબ જોવાયુ હતું. ચીનના મહત્વના પોર્ટ પર આયર્ન ઓર સ્ટોકનો સર્વે કરાતા જણાયું કે ૧૮ ફેબ્રુઆરી સુધીમાં લ્યુનાર નવા વર્ષની રજાઓ અગાઉ ૪ ટકા વધીને ૧૩૬૭.૬ લાખ ટન જણાયો હતો. સ્ટીલ મિલોના સર્વેક્ષણના માયસ્ટીલ કન્સલ્ટન્સીના ડેટા કહે છે કે આગાળામાં નફાકારકતા ૨૫.૫૪ ટકા ઘટી હતી.

- Advertisement -

સ્ટીલ ઉત્પાદનનો કાચોમાલ આયર્ન ઓરના છેલ્લા એક દાયકાના સરેરાશ ભાવ ૯૭ ડોલર રહ્યા છે. ગોલ્ડમેન સાસ કહે છે કે માર્ચ સુધીમાં ભાવ ૧૩૦ ડોલર થવાનું અનુમાન છે. તેમણે ૨૦૨૪ના સરેરાશ ભાવનો અંદાજ, ગતવર્ષના ૧૧૭ ડોલરથી ઘટાડીને ૧૧૦ ડોલર કર્યો છે. અન્ય એનાલિસ્ટઓએ સ્ટીલ ઉધ્યોગમાં ચીન સરકારના ચંચુપાત અને નિયંત્રણોને ધ્યાને લઈ ૨૦૨૪ માટેના સરેરાશ ભાવની વાર્ષિક આગાહી ૯૦થી ૧૫૦ ડોલરની રેન્જમાં મૂકી છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular