નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી જેવી રીતે પોલીસ અંગેના અહેવાલો સામે આવી રહ્યા છે, તે જોતાં સામાન્ય માણસો હવે પોલીસ પાસે જતાં ગભરાય છે. તાજેતરમાં જ જૂનાગઢમાં (Junagadh) છેતરપિંડીના આરોપમાં પકડાયેલા એક યુવક પાસે લાંચ લેવા માટે PSI દ્વારા ઢોર માર મરવામાં આવતા યુવકનું મૃત્યુ થયું હતું અને હાલ તે PSI જેલમાં બંધ છે.
ત્યારે વિરમગામમાં (Viramgam) વધુ એક PSI દ્વારા લાંચની માગણી કરવામાં આવતા એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે. PSIએ યુવકને દારૂના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી તેની પાસેથી 10 લાખની લાંચ માગી હતી અને વારંવાર માગણી કરવામાં આવતા યુવકે કંટાળીને જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. યુવકની પત્નીએ રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધીને વિરમગામના PSI હિતેન્દ્ર પટેલ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રાજકોટના મવડી વિસ્તારમાં રહે છે અને સુથારી કામ કરીને જીવન ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી વિરમગામના PSI હિતેન્દ્ર પટેલ દારૂના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 10 લાખની લાંચની માગણી કરતાં હતા. જેના ત્રાસથી કંટાળીને યુવકે જીવન ટૂંકાવી લીધું હતું. પરંતુ તે પહેલા આ યુવકે રાજકોટ પોલીસ કમિશ્નરને સંબોધીને એક વિડીયો બનાવ્યો હતો. જેમાં યુવકે PSI દ્વારા આપવામાં આવેલા ત્રાસ અંગે જણાવ્યુ હતું અને પોતે કયા કારણે જીવન ટૂંકાવે છે તે પણ જણાવ્યું હતું.
હાલ રાજકોટના લોધિકા પોલીસ સ્ટેશનમાં PSI હેતેન્દ્ર પટેલ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને આગળની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796