Sunday, May 31, 2026
HomeGujaratVadodaraવડોદરામાં પાણીપુરી વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી, હાઈજેનિક કન્ડીશન રાખનારા વેચી શકશે

વડોદરામાં પાણીપુરી વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી, હાઈજેનિક કન્ડીશન રાખનારા વેચી શકશે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara Pani Puri Ban News : વડોદરામાં (Vadodara) આજે સવારથી આગામી 10 દિવસ સુધી પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં (Pani Puri Ban) આવ્યો હોવાના અહેવાલો વહેતા થયા હતા. ત્યારે આ અંગે વડોદરા મનપાના (VMC) આરોગ્ય વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, વડોદરામાં પાણીપુરી અંગે કોઈપણ પ્રકારનો પ્રતિબંધ નથી. અધિકારીએ સ્પષ્ટતા કરતાં વડોદરામાં પાણીપુરી વેચાણ પર 10 દિવસનો પ્રતિબંધ લગાવામાં આવ્યો છે, તે સમાચાર ખોટા સાબિત થયા છે.

વડોદરામાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. જેના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં વકરેલા રોગચાળાને કાબુમાં લેવા માટે મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરમાં ગઈકાલથી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં પાણીપુરી બનાવતા વેપારીઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કેટલીક જગ્યાઓ પર બીન આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ મળી આવી હતી. જેનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, પાણીપુરી બનાવવા માટે અખાદ્ય પ્રકારની સામગ્રીનો ઉપયોગ થઈ રહ્યો છે, સાથે જ સ્થળ પરથી સડેલા બટાકા પણ મળી આવ્યા હતા. જેનો તરત જ નાશ કરી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગે વડોદરા મનપાના આરોગ્ય વિભાગના અધિકારી મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં જે પ્રકારે કમળા અને ટાઈફોડના કેસ વધી રહ્યા હતા, જે જગ્યાઓ પર આ કેસ વધી રહ્યા હતા, તે સ્થળો પાણીપુરી વિક્રેતાને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જગ્યા સુધી આ રોગચાળાના કેસ ઓછા નહીં થાય ત્યા સુધી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, વેચાણ પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નથી, હાઈજેનિક કન્ડીશન રાખનારા વિક્રેતાઓ પાણીપુરી વેચી શકાશે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન અનહાજેનિક કન્ડીશનમાં પાણીપુરી વિક્રેતા જોવા મળશે તો બંધ કરવામાં આવશે. મનપાની ટીમ દ્વારા ગઇકાલથી આ માટેની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં વિવિધ વિસ્તારમાં ચેકિંગ કરીને 200 કિલો જેટલી અખાધ વસ્તુઓ બટાકા અને ચટણીનો નાશ કર્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular