Sunday, June 7, 2026
HomeGujaratRajkotધોરાજીમાં ઢોર ચરાવવા મુદ્દે બે જૂથો બાખડ્યા, એકનું મોત અને 16ને ગંભીર...

ધોરાજીમાં ઢોર ચરાવવા મુદ્દે બે જૂથો બાખડ્યા, એકનું મોત અને 16ને ગંભીર ઈજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ધોરાજી: રાજકોટના (Rajkot) ધોરાજીમાં (Dhoraji) એક જ સમાજના બે જૂથ વચ્ચે નજીવી બાબતે અથડામણની (Group Clash) ઘટના સામે આવી છે. જેમાં સામે-સામે જૂથો લાકડી અને ધોકા સહિત હથિયાર સાથે તૂટી પડતા 1 વુદ્ઘનું મૃત્યુ થયું છે. જ્યારે અન્ય 16 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાને પગલે સમ્રગ ગામમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે. ઘટનાની જાણ પાટણવાવ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમ્રગ ગામમાં પોલીસનો જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે. તેમજ ગામમાં શાંતિ સ્થાપાવના પ્રયાસો હાલ ચાલી રહ્યા છે.

પોલીસ તરફથી મળતી માહિતી મુજબ, ધોરાજીના મોટીમારડ ગામમાં આજે સવારે 9 વાગ્યાના અરસામાં એક જ સમુદાયના બે જૂથો વચ્ચે અથડામણની ઘટના બની હતી. જેમાં ઢોર ચરાવવા જેવી સામાન્ય બાબતે બે જૂથ વચ્ચે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં બંને જૂથો લાકડી-પાઈપ તેમજ હથિયાર સાથે મારામારી પર ઉતરી આવતા એક વુદ્ઘનું અથડામણમાં મુત્યુ થયું છે. જ્યારે 16 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. જૂથ અથડામણની ઘટનાથી ગામનું વાતવરણ તંગ બન્યું હતું. તેમજ હુમલામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે જૂનાગઢ અને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

ઘટનાની જાણ પાટણવાવ પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અથડામણની ઘટનાને પગલે સામે-સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. હાલ ગામમાં અશાંતિ ન ફેલાય તે માટે પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પોલીસે અથડામણમાં મૃત્યુ પામેલા વુદ્ઘનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સરકારી સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.

આ અંગે પાટણવાવના પોલીસ સબ ઈન્સપેકટર ભરત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે 9 વાગ્યાના અરસામાં મોટીમારડ ગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે ઢોર ચરાવવા મુદ્દે માથકૂટ થઈ હતી. જોકે અગાઉ પણ તેમની કોઈ બાબતની લઈ અદાવત ચાલતી હતી. આ જૂથ અથડામણની ઘટનામાં 1 વુદ્ઘનું મૃત્યુ થયું છે. જ્યારે 16 જેટલા લોકોને ઈજાઓ પહોંચી છે. હાલ પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવા માટેની તપાસ ચાલી રહી છે.

Tag: Rajkot Crime News, Two Gang Clash in Dhoraji

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular