Friday, July 17, 2026
HomeGujaratVadodara : પત્ની સાથેના ઝઘડાથી ત્રસ્ત યુવકે ગોળી મારી ખુદનો જીવ લેવાનો...

Vadodara : પત્ની સાથેના ઝઘડાથી ત્રસ્ત યુવકે ગોળી મારી ખુદનો જીવ લેવાનો કર્યો પ્રયાસ, વેપન શોધવા પોલીસ પ્રયત્નશીલ

- Advertisement -

Youth attempts suicide by shooting : વડોદરાના મંજુસર નજીક લામડાપુર કેનાલ પાસે બનેલી ફાયરિંગની ઘટના (Firing incident in Manjusar Vadodara) માં એક યુવક લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ રણજીત ચૌધરી (ઉ.22)એ ખુદને છાતીમાં ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો પોલીસની પ્રાથમિક તપાસમાં થયો છે. આત્મહત્યા કરવા માટે ઉપયોગમાં લેવાયેલું વેપન શોધવા પોલીસે ઘટનાસ્થળની આસપાસ તપાસ શરૂ કરી છે.

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર ખાતે રણજીત ચૌધરી (મૂળ રહે. UP) પોતાના પરિવાર સાથે રહે છે. રણજીત ચૌધરીએ પોતાની પાસે રહેલા વેપનમાંથી છાતીમાં ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આપઘાતનો પ્રયાસ કર્યા બાદ રણજીત ચૌધરીએ હથિયાર ફેંકી દીધું હતું. આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ, LCB સહિતની પોલીસ ટીમ દોડતી થઈ ગઈ હતી. લોહીલુહાણ હાલતમાં મળી આવેલા રણજીત ચૌધરીને બેભાન અવસ્થામાં સારવાર અર્થે સરકારી સયાજી હોસ્પિટલ (SSG Vadodara) માં ખસેડાયો હતો. રણજીત ચૌધરી હોશમાં આવી જતાં તેની પ્રાથમિક પૂછપરછમાં તેણે પત્ની સાથે થતાં પારિવારીક ઝઘડાઓના કારણે જીવનનો અંત આણવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. રણજીત ચૌધરીએ જે હથિયારથી આપઘાતનો પ્રયાસ કર્યો તે એક કુવામાં નાંખી દીધું હોવાની જાણકારી મળતા પોલીસ ટીમે તેને શોધી કાઢવા પ્રયાસ શરૂ કર્યા છે. ફાયરિંગ વેપન મળી આવ્યા બાદ તે મામલે પણ એક અલગથી ગુનો નોંધવામાં આવશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular