Thursday, June 4, 2026
HomeGeneralરાજકોટ: ‘કુરિયર આવ્યું છે લઈ જાઓ’ કહીને સગીરના અપહરણનો પ્રયાસ, બૂમાબૂમ થતાં...

રાજકોટ: ‘કુરિયર આવ્યું છે લઈ જાઓ’ કહીને સગીરના અપહરણનો પ્રયાસ, બૂમાબૂમ થતાં કીડનેપર ભાગી ગયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ અને અપહરણના પ્રયાસની કથિત ઘટના બનતા ચકચાર મચી ગયો હતો. રાજકોટના નિર્મલા મેઈન રોડ પાસે ત્રણ વ્યક્તિઓએ એક સગીરનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ‘કુરિયર આવ્યું છે આવીને લઈ જાઓ’ તેમ જણાવી સગીરને ઉઠાવી જવાનો પ્રયાસ થતા સગીરે બુમાબુમ કરી દેતા ત્રણેય વ્યક્તિઓ ભાગી ગયા હતા. આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.



પ્રાથમિક માહિતી મુજબ રાજકોટના નિર્મલા મેઈન રોડ પર રહેતા ડો.જીગ્નેશ ખંધડિયા અને ડો.હેમા ખંધડિયાના સગીર વયના પુત્રનું અપહરણ કરવાનો પ્રયત્ન થયો હતો. ઈકો કાર લઈ આવેલા ત્રણ વ્યક્તિઓએ અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હોવાની માહિતી મળી રહી છે. સગીરે પોલીસને જણાવ્યુ હતું કે, “ગત રાત્રીના 9:17 વાગ્યે દાદી સાથે ઘરે હતો તે સમયે મોબાઈલ પર ફોન આવ્યો હતો. જેમાં તેમણે બ્લુડાર્ટ કુરિયરની ઓળખ આપી પાર્સલ આવ્યું છે તેમ જણાવ્યું હતું. પાર્સલ ઘર નીચે આવીને લઈ જાવ તેમ કહેતા સગીર નીચે ગયો હતો. જ્યાં સફેદ રંગની ઈકો કાર હતી તેની બાજૂમાં એક વ્યક્તિ ફૂટપાથ પર ઉભો હતો. આ વ્યક્તિને પાર્સલના કેટલા પૈસા આપવાના છે તેમ પુછતા એક વ્યક્તિએ કારમાંથી નીચે ઉતર્યો અને મારી પાસે આવ્યો હતો બાદમાં બંનેએ મળી મને કારમાં ખેંચી જવા લાગ્યા હતા.”

ઈકો કાર તરફ ખેંચી જતા બંને વ્યક્તિઓ સાથે સગીર ઝપાઝપી કરતા ત્રીજો વ્યક્તિ પણ ઈકોમાંથી આવ્યો હતો. અને આમ ત્રણેય વ્યક્તિઓએ મળી સગીરને ઈકો કારમાં નાખવા માટે પ્રયત્ન કરતા હતા. આ ઝપાઝપીમાં પડી જતા સગીરને પગમાં ઈજા પહોંચી છે. સગીરે પોલીસને જણાવ્યા મુજબ બાદમાં બુમાબુમ કરતા આ ત્રણેય વ્યક્તિઓ ઈકો કારમાં બેસી ભાગી ગયા હતા. કારમાં કોઈ રજીસ્ટર નંબર પણ ન હતો અને બાદમાં સગીરે આ ઘટનાની જાણ પિતાને કરી હતી. રાજકોટની ગાંધીગ્રામ પોલીસ તેમજ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. અપહરણકર્તા કોણ હતા, હાલ ક્યાં છે તેમજ શા માટે અપહરણ કરવા આવ્યા હતા તે મામલે પોલીસ તપાસ કરી રહી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular