Thursday, June 4, 2026
HomeGeneralદિલ્હી પોલીસનું 'ખાનગી લશ્કર' જેવું વલણ, પાર્ટી હેડક્વાર્ટરમાં પોલીસ ઘૂસી જતાં કોંગ્રેસ...

દિલ્હી પોલીસનું ‘ખાનગી લશ્કર’ જેવું વલણ, પાર્ટી હેડક્વાર્ટરમાં પોલીસ ઘૂસી જતાં કોંગ્રેસ ગુસ્સે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: પોલીસ અને સુરક્ષા દળો કથિત રીતે પાર્ટીના મુખ્યાલયમાં ઘૂસી ગયા અને પાર્ટીના કેટલાક કાર્યકરોની અટકાયત કર્યા પછી કોંગ્રેસે બુધવારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. કોંગ્રેસ સાંસદ કાર્તિ પી ચિદમ્બરમે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો જેમાં પોલીસ પાર્ટી ઓફિસમાં ઘૂસીને એક વ્યક્તિને લઈ જતી જોઈ શકાય છે, જે સંભવતઃ પાર્ટી કાર્યકર છે. ચિદમ્બરમે કહ્યું કે દિલ્હી પોલીસ ભાજપના “ખાનગી લશ્કર” જેવું વર્તન કરી રહી છે. કોંગ્રેસના નેતાએ એક વીડિયો ક્લિપ સાથે ટ્વિટ કર્યું કે દિલ્હી પોલીસ કોંગ્રેસ પાર્ટીના મુખ્યાલયમાં ઘૂસીને ભાજપના ખાનગી લશ્કરની જેમ વર્તે છે.



આ વીડિયોને કોંગ્રેસ પાર્ટીએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી પણ ટ્વિટ કર્યો છે અને વડાપ્રધાનનું નામ લીધા વગર તેમને સરમુખત્યાર ગણાવ્યા છે. કોંગ્રેસ દ્વારા લખવામાં આવ્યું, ઓ સરમુખત્યાર… જ્યારે તમારે તોડફોડ કરવી જ હોય તો લોકશાહીની ખુરશી પરથી નીચે ઊતરો અને જનતાની સામે આવો. જે કોંગ્રેસ કાર્યાલયમાં તમે તમારા પોલીસ ગુંડાઓ મોકલ્યા છે, તે કાર્યાલયે વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યને ઘુળ ચટાવી હતી. તમારા અહંકારની સ્થિતિ શું છે? અમે તમારો અહંકાર તોડી નાખીશું.


વીડિયોમાં એક વ્યક્તિ પોલીસ ઓફિસરને પૂછતા જોઈ શકાય છે કે તેઓ પાર્ટી ઓફિસમાં કેમ ઘૂસ્યા. જે બાદ પોલીસ તેને ભગાડી દે છે. જો કે, દિલ્હી પોલીસે કોંગ્રેસ પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નકારી કાઢ્યા છે. સ્પેશિયલ કમિશનર ઑફ પોલીસ (કાયદો અને વ્યવસ્થા) સાગર પ્રીત હુડ્ડાએ ANI સાથે વાત કરતાં જણાવ્યું હતું કે AICC ઑફિસ પાસે ઘણા લોકોએ પોલીસ પર બેરિકેડ્સ ફેંક્યા હતા, તેથી કદાચ ઝપાઝપી થઈ હશે, પરંતુ પોલીસ એઆઈસીસી ઓફિસની અંદર ગઈ ન હતી અને ન તો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. અમે તેમને સંકલન કરવા અપીલ કરીશું.



કોંગ્રેસ તરફથી એક બેઠક યોજાઈ રહી છે જેમાં કેસી વેણુગોપાલ, ભૂપેશ બઘેલ, રણદીપ સુરજેવાલા અને અધીર રંજન ચૌધરી સહિત ઘણા નેતાઓ ભાગ લઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને કોંગ્રેસ દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular