નવજીવન ન્યૂઝ. ફતેહપુર: National Highway Blocked : રાજસ્થાન (Rajasthan) અને ગુજરાતને (Gujarat)જોડતો નેશનલ હાઈવે 58 છેલ્લા ત્રણ દિવસથી બંધ (National Highway 58 Closed) છે. ફતેહપુર (સિકર)થી ગુજરાત જતો આ નેશનલ હાઈવે ચક્કાજામના (Chakkajam) કારણે બંધ થયો છે. જેના કારણે કિસનગઢથી હનુમાનગઢ સુધી લગભગ 10 કિલોમીટર સુધી વાહનોના ખડકલા જોવા મળી રહ્યા છે. આ જામમાં કેટલાક ટ્રક ચાલકો તો 36 કલાક કરતા પણ વધારે સમયથી ફસાયેલા છે.

રાજસ્થાનના નેશનલ હાઈવે નંબર 58 પર નવા જિલ્લાની માગણી સાથે આંદોલન શરૂ થયું છે. જેના કારણે રાજસ્થાન અને ગુજરાતને જોડતો હાઈવે પણ ટ્રાફિક જામ થવાથી ઠપ્પ થયો છે. આંદોલન કરી રહેલા લોકો સુજાનગઢ તાલુકાના છે જેમની માગણી છે કે તેમના તાલુકાને પણ જિલ્લો જાહેર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન સરકારે તાજેતરમાં જ કેટલાક નવા જિલ્લાઓની જાહેરાત કરી હતી. પરંતુ સુજાનગઢ તાલુકાને જિલ્લો જાહેર કરવામાં આવ્યો નથી જેના કારણે સુજાનગઢના લોકો રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે.
પરંતુ તાલુકાને જિલ્લો બનાવવાની પ્રબળ માગણીને કારણે લોકોએ હાઈવે બંધ કરતા કરોડોનો રૂપિયાનો માલ રસ્તા પર જ અટવાયો છે. તો કેટલાક શાકભાજી, ફળ ફળાદી જેવી ખાદ્ય સામગ્રી તો ટ્રાફિક જામમાં ફસાયેલા ટ્રકની અંદર જ બગડી રહી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટરો અને વેપારીઓ ચિંતામાં ગરકાવ થયા છે. ત્યારે તેમની માગણી છે કે તંત્ર દ્વારા તાત્કાલીક પગલા લેવામાં આવે અને હાઈવે પુનઃ શરૂ કરાવવામાં આવે. આ તકે પોલીસની કાર્યવાહી પર પણ કેટલાક ટ્રક ડાયવરો સવાલ ઉઠાવતા જોવા મળે છે.
ફસાયેલા ટ્રક ચાલકોને જોઈ હોટલ સંચાલકો ગેલમાં આવી ગયા હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે. ટ્રક ચાલકોને હોટલો દ્વારા રિતસર લૂંટવામાં આવી રહ્યા છે જેના કારણે ટ્રક ચાલકોના બજેટ પણ ખોરવાય ગયા છે. મળતી વિગતો મુજબ હોટલ સંચાલકો 4-5 રોટલી માટે રૂપિયા 150 કરતા વધારે રૂપિયા પડાવી રહ્યા છે.
TAG: Gujarat-Rajasthan National Highway 58 closed, Agitators, Chakkajam, Making Sujangarh a district
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796