Sunday, May 31, 2026
HomeNationalAbhishek Banerjee Attack : અભિષેક બેનરજી પર થયેલા હુમલાના કેસમાં 5ની ધરપકડ,...

Abhishek Banerjee Attack : અભિષેક બેનરજી પર થયેલા હુમલાના કેસમાં 5ની ધરપકડ, બંગાળમાં રાજકીય ગરમાવો

- Advertisement -

Abhishek Banerjee Attack : પશ્ચિમ બંગાળમાં ભાજપે ભગવો લહેરાયા બાદ સ્થિતિ કંઈક અલગ છે. વિધાનસભા ચૂંટણી પછી થયેલી હિંસાના પીડિત પરિવારને મળવા પહોંચેલા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજી પર ભીડે હુમલો કર્યો (Abhishek Banerjee Attack) હતો. આ કથિત હુમલા બાદ બંગાળમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. હુમલાના કેસમાં પોલીસે 5 સ્થાનિક લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ આ હુમલાના વિરોધમાં ટીએમસી કાર્યકરોએ હુગલી સહિતના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો (TMC workers protested in areas including Hooghly) કર્યા હતા. હુગલી જિલ્લાના ચુંચુડામાં પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અસિત મજુમદારની આગેવાનીમાં કાર્યકરોએ પીપુલપાતી મોડ પર રસ્તા ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનર્જી શનિવારે સોનારપુરની મુલાકાતે હતા ત્યારે કેટલાંક સ્થાનિક લોકોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને કથિત રીતે ઈંડા અને જૂતા ફેંકી કપડા ફાડી નાંખ્યા હતા. આ ઘટનાના પગલે તેમની સાથે રહેલા સુરક્ષા કર્મચારીઓએ તેમને હેલમેટ પહેરાવીને સ્થળ પરથી હેમખેમ લઈ ગયા હતા. આ મામલે ભાજપના નેતા દિલીપ ઘોષે કટાક્ષ કરતા કહ્યું હતું કે, “ચૂંટણીના પરિણામો જોઈને તમારે સ્થિતિ સમજી જવી જોઈતી હતી. તમે ત્યાં હીરો બનવા કેમ ગયા હતા? જે વ્યક્તિ 22 ગાડીઓનો કાફલો લઈને ફરે છે તે જો આવી રીતે હીરો બનવાનો પ્રયત્ન કરશે તો શું થશે?

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular