Saturday, June 3, 2023
HomeGujaratVadodaraવ્યાજખોરોનો આતંક યથાવત, વડોદરાનાં બિલ્ડરે ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

વ્યાજખોરોનો આતંક યથાવત, વડોદરાનાં બિલ્ડરે ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara Crime News: સરકાર ગમે એટલા પ્રયાસ કરે પરંતુ વ્યાજખોરીના (Usury) દુષણનો અંત લાવી શકે તેમ લાગતું નથી. નાના ગામડાઓથી લઈ શહેર સુધી વ્યાજખોરીના કિસ્સા સતત વધી રહ્યાં છે. એવામાં વડોદરામાં (Vadodara) વ્યાજખોરોના (Moneylenders) ત્રાસથી બિલ્ડરે આત્મહત્યાનો પ્રયાસ (Builder attempts suicide) કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Vadodara Builder Attempt suicide
Vadodara Builder Attempt suicide

વડોદરાનાં જાણિતા બિલ્ડર જયેશ પારેખે ઊંઘની ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જયેશ પારેખને રૂપિયા 3 કરોડ જેટલું દેવું થઈ જતા આર્થિક સંકળામણ ઉભી થઇ હતી, અને વ્યાજખોરોની ધાકધમકીથી કંટાળીને ગોત્રી વિસ્તારમાં આવેલી પોતાની ઓફિસમાં 30 થી વધુ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી. તેમની હાલત ખરાબ થઈ જતા તેમને તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

- Advertisement -

આત્મહત્યા કરતી વખતે જયેશ પારેખે એક ચીઠ્ઠી પણ લખી હતી. ચીઠ્ઠીમાં લખ્યું છે કે, લક્ષ્મણ ભરવાડ અને રમેશ પ્રજાપતિ નામના શખ્સો દ્વારા ધાકધમકી આપતા અને જમીન માલિક તથા વ્યાજખોરોના ત્રાસને કારણે આત્મહત્યા કરવા મજબૂર થયો છું. આ સાથે જ બિલ્ડરે રમેશ પ્રજાપતિના નામનો ખાસ ઉલ્લેખ કર્યો છે, જેઓ વડોદરાના પૂર્વ ધારાસભ્ય અને મેયર રહી ચૂક્યા છે.

તેમણે ચીટ્ઠીમાં એમ પણ લખ્યું છે કે, લક્ષ્મણ ભરવાડને 2 કરોડથી વધુ રકમ ચૂકવી હોવા છતાં ત્રાસ આપે છે. દર મહિને વ્યાજના 4.50 લાખ રૂપિયા માંગે છે. જમીન માલિક રમેશ પ્રજાપતિ બાંધકામ ચાલુ હોવા છતાં સાઈટ લોક કરી બાનાખત થવા ન દેતા હોવાનો આક્ષેપ પણ મૂક્યો છે.

TAG: Vadodara News, Vadodara Crime News, Vadodara Builder Jayesh Paresh attempt to suicide

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular