Friday, April 24, 2026
HomeGeneralકોરોનાનું સંક્રમણ ઘટતા સરકારની નવી ગાઈડલાઈન, જાણો કોને કેટલી છૂટછાટ મળી

કોરોનાનું સંક્રમણ ઘટતા સરકારની નવી ગાઈડલાઈન, જાણો કોને કેટલી છૂટછાટ મળી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની સ્થિતિમાં સુધારો આવતા હવે ફરી ગુજરાત સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઈનમાં થોડી ઘણી છૂટછાટ આપવામાં આવી છે. આજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં આજે કોરોનાની નવી ગાઈડલાઈન આપવામાં આવી છે. કોરોનાના કેસ ઘટતા ગાઈડલાઈનમાં સામાન્ય છૂટછાટ આપવામાં આવી છે પરંતુ નાઈટ કારફ્યુમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.



નવી ગાઈડલાઈન મુજબ હવે રાજ્યમાં લગ્ન સમારોહમાં બંધ સ્થળોએ યોજાતા લગ્ન પ્રસંગ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં અને ખુલ્લામાં યોજાતા લગ્ન પ્રસંગ ૩૦૦ની સંખ્યામાં યોજી શકાશે. ઉપરાંત રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદા રહેશે અને બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતાના ૫૦% પરંતુ વધુમાં વધુ ૧૫૦ વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે.

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના ૮ મહાનગરો સહિત કુલ ૨૭ શહેરોમાં રાત્રિ કરફયુનો અમલ તા.૧૧ ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. હોટેલ્સ અને રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી. હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર મહાનગરોમાં રાત્રિ કરફયુ અમલમાં છે તે યથાવત રહેશે.

- Advertisement -

આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં ૧૯ નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ ૪ થી ફેબ્રુઆરી ૨૦૨૨થી દરરોજ રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે.



મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ કોર કમિટીની બેઠકમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, આરોગ્યમંત્રી ઋષિકેષ પટેલ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર સહિત વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.



- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular