નવજીવન ન્યૂઝ. અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોર અને તસ્કરોના આતંક વચ્ચે હવે ગઠિયાઓ સક્રિય થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે ધનસુરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ખાનગી દુકાનમાં નોકરી કરતા યુવક સાથે ગઠિયાએ આબાદ રીતે વાતોમાં ઉલજાવી તેની બેગમાંથી ૧ લાખ રૂપિયા કાઢી લઇ રફુચક્કર થઇ જતા યુવક હોફાળો-ફોફાળો બન્યો હતો બેંકમાં આવેલ ઠગ કઈ રીતે યુવક સાથે ઠગાઈ કરી તે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી જુઓ CCTV VIDEO
ધનસુરાની એસ.બી.આઇ માંથી નજર ચૂકવી ગઠિયો ૫૦૦-૫૦૦ રૂપિયાના બે બંડલ લાખ રૂપિયાના લઇ ફરાર થઇ જતાં ચકચાર મચી થવા પામી છે. ધનસુરાની ખોડીયાર ઇલેક્ટ્રીક નામની દુકાનમાં નોકર કરતા મલ્હારભાઈ કોટવાળ તેમના શેઠે આપેલ રૂપિયા 3,16,400 ભરવા ધનસુરાની એસ.બી.આઇમાં ગયા હતા. ત્યારે એક ભાઈ તેમની પાસે આવ્યા હતા અને કહ્યું કે આજે 1 તારીખ છે અને બેન્કમાં નવો નિયમ આવ્યો છે જેથી તમારે સ્લીપની પાછળના ભાગે દરેક બંડલની પહેલી નોટનો સિરિયલ નંબર લખવો પડશે એમ કહેતા મલ્હારભાઈઆ રીતે નંબર લખતા હતા ત્યારે ગઠિયાએ કહેલ કે આમ ના લખાય તેમ કહી ગઠિયાએ તેમના થેલામાં હાથ નાખી 500 ની દર ની નોટોનું એક બંડલ કાઢી સોફા પર મૂકી કહેલ કે પહેલા આનો નંબર લખો એમ કહેતાં ગઠિયાએ વારાફરતી નોટોના બંડલ ઉપરના સિરિયલ નંબર લખ્યા હતા.
ત્યારબાદ ગઠિયો નીકળી ગયો હતો. ત્યારબાદ સ્લીપમાં ભરેલ નોટોનું મેળવણું કરતા એક લાખ રૂપિયા ઓછા જણાતાં મલ્હારભાઈએ બેંકના સી.સી.ટી.વી ચેક કરતાં જણાયું હતું કે ગઠિયાએ નજર ચૂકવી 1 લાખ લઈ ત્યાંથી નીકળી ગયો હતો. મલ્હારભાઈએ ધનસુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
અરવલ્લી: ધનસુરા SBI બેંકમાં યુવકને સ્લીપ પાછળ નોટના સીરિયલ નંબર લખવા પડશે કહી ગઠિયાએ થેલા માંથી 1 લાખની ઉઠાંતરી કરી, CCTV માં કેદ pic.twitter.com/Gl1F8NnNzo
— Navajivan News (@NavajivanNews) February 3, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












