Thursday, April 24, 2025
HomeGujaratખેડામાં આરોપીને થાંભલે બાંધીને મારવાના કેસમાં હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો, ક્યો કાયદો...

ખેડામાં આરોપીને થાંભલે બાંધીને મારવાના કેસમાં હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો, ક્યો કાયદો આવી મંજુરી આપે છે?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડાઃ Kheda flogging Case : ખેડાના (Kheda) માતર તાલુકામાં ગત વર્ષે નવરાત્રી દરમિયાન જુથ અથડામણની (Gorup Clash) ઘટના બની હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા કેટલાક આરોપીની ઘરપકડ કરીને ગામના ચોકમાં લાવીને થાંભલે બાંધીને માર મારવામાં આવ્યા હતા. જે અંગેના વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયા હતા. પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં આ પ્રકારે માર મારવામાં આવતા ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) પોલીસ અત્યાચાર અંગે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ પિટિશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ (Kheda Police) અને ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો અને વેધક સવાલો કર્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ. એસ. સુપહીયા અને જસ્ટિસ એમ. આર. મેંગડેની ખંડપીઠે ખેડના માતર તાલુકામાં આવેલા ઉંધેલા ગામમાં લધુમતી સમુદાયના કેટલાક લોકો પર પોલીસ અત્યારચારની ઘટનાની આકરી ટીકા કરી હતી. સાથે જ પોલીસના વલણની પણ ભારોભાર નિંદા કરી હતી. હાઈકોર્ટે સરકાર પક્ષને માર્મિક ટકોર કરી હતી કે, ખેડામાં આરોપીઓને જાહેરમાં થાંભલા સાથે બાંધીને માર મારવાની ઘટનાને તમે સ્વીકારો છો કે નહીં તે સ્પષ્ટ જણાવો. નહીંતર સાફ ઈન્કાર કરી દો કે આ પ્રકારનો બનાવ જ બન્યો નથી અથવા તો સ્વીકારો કે બન્યો હતો પરંતું તે અમારી ફરજ હતી અને તેના કારણો આ છે.

- Advertisement -

આ કેસમાં સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ઉંધેલા ગામમાં ગરબાના કાર્યક્રમ દરમિયાન આરોપીઓએ શાંતિભંગ થાય તે પ્રકારના કામ કર્યા હતા અને તે લોકો કાબુમાં આવી રહ્યા ન હતા. પોલીસે તેમને અંકુશમાં લેવા માટે આ પગલા લીધા હતા. તેઓ આ બનાવને યોગ્ય કે વાજબી ઠરાવવાનો પ્રયાસ નતી કરી રહ્યા, પરંતું આ કેસ અંગે ચોક્કસ રેકર્ડ અને દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કરવા માટે ઈચ્છે છે, પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવાઈ રહે તે માટે જ કાર્યવાહી કરી છે. એ વખતે પોલીસ માટે કોઈપણ રીતે પરિસ્થિતિ કાબૂમાં કરવી તે જ પોલીસની પ્રાધાન્યતા હતી.

સરકાર તરફી દલીલો સાંભળીને હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પોલીસે પિરસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી કરી, પરંતું હાઈકોર્ટ સમક્ષ સુપ્રીમકોર્ટના ડી. કે. બાસુના કેસમાં જારી કરેલી માર્ગદર્શિકાના ઉલ્લંઘનની બાબતનો મામલો છે. પોલીસ આરોપીને અંકુશમાં ન રાખી શકે તે વાત ગળે ઉતરે તેમ નથી. પોલીસ રક્ષક થઈને ભક્ષક જેવા કામ કરે તે કોઈ રીતે માફી લાયક નથી. આરોપીઓને જાહેરમાં થાંભલા સાથે દોરડાથી બાંધીને માર મારવાની જોઈગવાઈ કયા કાયદામાં છે તે અમને બતાવો, હાઈકોર્ટે સરકાર પક્ષ પાસે આ મામલે ખુલાસો માંગ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular