નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Turkey Car Accident : ગુજરાતીઓને વિદેશી જવાનું ઘેલુ લાગ્યું હોય તેવી રીતે ભણવા કે નોકરી-ધંધો કરવા માટે વિશ્વના અલગ-અલગ દેશોમાં વસવાટ કરી રહ્યા છે. વિદેશમાં અવાર-નવાર ગુજરાતીઓની હત્યા કે પછી અકસ્માતના કારણે મોતને ભેટતા હોવાની ઘટના બનતી હોય છે. ત્યારે વધુ એકવાર વિદેશમાં કાર અકસ્માતમાં 4 ગુજરાતીઓના મૃત્યુ (Gujarati Youth Died) થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. તૂર્કીમાં (Turkey) હોટેલ મેન્જમેન્ટનો અભ્યાસ કરવા ગયેલા ગુજરાતના બે યુવતી અને બે યુવક એમ કુલ 4 લોકોના ગમખ્વાર કાર અકસ્માતમાં (Car Accident) ઘટનાસ્થળે મૃત્યુ થયા છે, જેની જાણ ગુજરાતમાં રહેતા પરિવારને થતાં યુવાનોનો પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. તેમજ તાત્કાલિક યુવક-યુવતીઓના મૃતદેહોને તૂર્કીથી ભારત લાવવા માટે પરિવારે કલેટકટર થકી કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે.
તૂર્કીમાં હોટેલ મેન્જમેન્ટનો અભ્યાસ કરતી મૂળ વડગામના ભાંગરોડિયા ગામની યુવતી યુનિવર્સિટીમાં રજા હોવાથી તેના અન્ય ત્રણ ગુજરાતી મિત્રો સાથે ફરવા માટે ગઈ હતી. જે કારમાં અંજલિ મકવાણા, પ્રકાશ કારવદરા ,પ્રતાપ અગાથ અને હીના પાઠક સવાર હતા. ત્યારે કેરેનિયા હાઈવે પાસે પૂરઝડપે આવી રહેલી કાર યુવાનોની કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જ્યાં કારમાં સવાર ચારેય ગુજરાતી યુવાનોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતાં તેઓ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહની ઓળખ કરી યુવાનો તૂર્કીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસે યુનિવર્સિટીને જાણ કરી હતી, ત્યાર બાદ યુનિવર્સિટીએ ગુજરાતમાં મૃતકના પરિવારને જાણ કરતા પરિવારને સમાચાર મળતા જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
સમ્રગ ઘટનાને લઈ મૃતકના પરિવારોએ કેન્દ્ર સરકારને રજૂઆત કરી છે. જેમાં તેમના સંતોનના મૃતદેહ લાવવા માટે કેન્દ્ર સરકાર તુર્કી સરકારથી મધ્યસ્થી કરી વહેલી તકે તેમના વ્હાલાસોયાના મૃતદેહને મૂળ વતન સુધી પહોંચાડવામાં આવે તેવી રજૂઆત છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796