Wednesday, July 15, 2026
HomeGujaratAhmedabadડમી વિદ્યાર્થીકાંડનો રિપોર્ટ થતાં અમદાવાદ DEO એ શાળાઓમાં તપાસનો આદેશ આપ્યો

ડમી વિદ્યાર્થીકાંડનો રિપોર્ટ થતાં અમદાવાદ DEO એ શાળાઓમાં તપાસનો આદેશ આપ્યો

- Advertisement -

Dummy students in Gujarat schools : રાજ્યમાં આવેલી સરકારી, ખાનગી તેમજ ગ્રાન્ટેડ શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને લઈને અગાઉ પણ અનેક વખત ફરિયાદો ઊઠી છે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (Rajkot District DEO) દ્વારા કરાયેલી તપાસમાં ડમી વિદ્યાર્થીકાંડ મળી આવતા તેમણે ગાંધીનગર રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામક (Gandhinagar State Director of Primary Education) ને રિપોર્ટ કર્યો છે. એક તરફ ખાનગી શાળા સંચાલક મંડળ ડમી એજ્યુકેશનનો વિરોધ કરવામાં આવે છે જ્યારે બીજી તરફ કેટલીક ખાનગી શાળાઓ ડમી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન (Private schools encourage dummy students) આપે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ચાલતા કોચિંગ કલાસમાં અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ સ્કુલમાં હાજરી જ નથી આપતા. ગાંધીનગરમાં બેસતા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓ આ કાંડથી સારી રીતે વાકેફ છે, પરંતુ સમયાંતરે થતી કાર્યવાહીમાં કોઈ નક્કર કામગીરી થતી નથી.

રાજ્યના 31 શહેરોની અલગ અલગ શાળાઓના 697 વિદ્યાર્થીઓ રાજકોટના જસદણનું આલ્ફા સંકુલ, જવાહર નવોદય અને સૈનિક સ્કૂલમાં એડમિશન માટેની તૈયારી કરતા હોવાથી હાજર રહેતા નથી. છેલ્લાં 2 વર્ષમાં રાજકોટ શહેર અને જિલ્લાની 34 સ્કૂલો (સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી) ના 78 વિદ્યાર્થી કોચિંગ લઈ ચૂક્યા છે. આ વિદ્યાર્થીઓના નામ શાળાના રજિસ્ટરમાં દર્શાવાયેલા હોય તો તેમની હાજરી કોણ પૂરતું હતું ? તે મોટો પ્રશ્ન છે. બોલતા હતા તો તેઓની હાજરી કઈ રીતે પૂરાઈ હતી? તે સૌથી મોટો સવાલ છે.

- Advertisement -

ગાંધીનગરમાં ડમી વિદ્યાર્થીકાંડનો રિપોર્ટ પહોંચતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (Ahmedabad DEO) એ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરીની ચકાસણી કરવા શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને આદેશ કરવામાં આવ્યો છે. તમામ શિક્ષણ નિરીક્ષકો અને મદદનીશ શિક્ષણ નિરીક્ષકોને શાળાઓમાં ઓચિંતી તપાસ કરવા સૂચના આપી છે. શહેરમાં કેટલીક સ્કૂલોમાં ડમી શાળાઓ ચલાવાતી હોવાની તેમજ માત્ર કાગળ પર જ વિદ્યાર્થીઓના પ્રવેશ દર્શાવવામાં આવતા હોવાની ફરિયાદો ભૂતકાળમાં અનેક વખત થઈ ચૂકી છે. અત્રે નોંધનીય છે કે, ડમી વિદ્યાર્થીકાંડ શાળા સંચાલકો અને કોચિંગ કલાસની સાંઠગાંઠથી જ થાય છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular