નવજીવન ન્યૂઝ. બોટાદઃ બોટાદમાં લઠ્ઠાંકાંડ બાદ હસતુ રમતુ ગામમાં ચારે કોરથી ચિચિયારી અને શોકમાં મુકાયુ છે. લઠ્ઠાંકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો કોઈ કે પિતા તો કોઈ કે એકનો એક ભાઈ ગુમાવ્યો. અત્યાર સુધીમાં 40થી વધારે લોકોને ઝેરીદારૂના કારણે મોત નીપજ્યા છે, ત્યારે પોલીસની એક સરહનીય કામગીરી સામે આવી છે.
માહિતી અનુસાર, બરવાળાના દેવગણા ગામમાં લઠ્ઠાંકાંડના કારણે કનુભાઈ સેખલિયાનું મૃત્યુ થતાં તેમના ચાર બાળકો નોંધારા બન્યા છે. નાની ઉંમરમાં જ દારૂના કારણે પિતા ગુમાવનારા ચાક બાળકોની મદદે બોટાદ જિલ્લાના SP કરણરાજ વાઘેલાએ ઉપાડી છે. લઠ્ઠાંકાંડ બાદ SP-DySPની ટીમ મૃતકોના પરીવારને સાંત્વના આપવા નીકળ્યા હતા. તે દરમિયાન પોલીસ કાફલો લઠ્ઠાંકાંડમાં મૃત્યુ પામનારા કનુભાઈના ધરે પહોંચ્યો હતો. પિતાના મૃત્યુ બાદ ચાર બાળકો અનાથ થતા બાળકોના ભણતરની જવાબદારી ઉપાડવાની જાહેરાત પોલીસ દ્વારા કરવામાં આવી છે.
સમગ્ર બાબતે SP ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યુ કે, બોટાદના લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા આરોપીને પકડવાની કાર્યવાહી હાલ ચાલુ જ છે. તે દરમિયાન અમારા ધ્યાને આવ્યું હતું કે, દેવગણા ગામમાં કનુભાઈ સુરાભાઈનું મોત નિપજ્યુ છે, પત્ની પણ સાથે ન હોવાથી પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી જ રહ્યા છે. બોટાદ જિલ્લા અધ્યક્ષના ધ્યાને આ વાત આવતા પોલીસે ચારેય બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડી છે. તેમના પ્રાથમિકથી કોલેજ સુધીનો તમામ ખર્ચ બોટાદ જિલ્લા પોલીસ ઉપાડશે. ઉપરાંત શિક્ષણ સિવાય કોઈ અન્ય મદદની જરૂર હશે તો રાણપુર અને બોટાદ જિલ્લા પોલીસ જવાબદારી ઉપાડશે.








