Unique protest in Nashik Maharashtra Dog left on Chief Officer’s table : રખડતા શ્વાનના ત્રાસનો મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ચૂક્યો (Stray dog issue in Supreme Court) છે અને આજે પણ ભારતના તમામ શહેર અને ગામોમાં આ સમસ્યા ઓછા વત્તા અંશે યથાવત્ છે. મહારાષ્ટ્રના નાસિકમાં રખડતા કૂતરાઓના ત્રાસ વચ્ચે જાહેર વિરોધ (unique protest against menace of stray dogs) નો એક અનોખી ઘટના સામે આવી છે. રખડતા શ્વાનના હુમલાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાની ફરિયાદો છતાં સ્થાનિકોએ નગર પંચાયત કચેરીમાં એક અલગ જ પ્રકારે વિરોધ નોંધાવ્યો. કૂતરાઓને કોથળામાં ભરી લાવી અધિકારીના ટેબલ પર છોડી દેવાયા. વિરોધ કરી રહેલા શિવસેના (UBT) ના નેતાઓએ રખડતા કૂતરાઓને ચીફ ઓફિસરના ટેબલ પર છોડી દીધા બાદ અધિકારીની ખુરશીને ચલણી નોટોનો હાર પણ પહેરાવ્યો હતો.
નાસિકના નિફાડમાં રખડતા કૂતરાઓનો ભારે ત્રાસ છે. રખડતા શ્વાન અનેક નાના બાળકો અને નાગરિકોને કરડ્યા છે અને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. આ ત્રાસ દૂર કરવા નગર પંચાયત તેમજ વહીવટી તંત્ર સમક્ષ સતત કાર્યવાહીની માગ થઈ રહી હતી, પરંતુ કાર્યવાહીના અભાવે લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
વહીવટી બેદરકારીનો આરોપ લગાવતા, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) યુવા સેનાના જિલ્લા વડા વિક્રમ રાંધવે અને કોર્પોરેટર રૂપાલી રાંધવે નાગરિકો સાથે મળીને એક અનોખું વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેઓએ મુખ્ય અધિકારી ધીરજ ભામરે (Dheeraj Bhamre Chief Officer) ના કેબિનમાં ઘૂસી જઈ ટેબલ પર રખડતા કૂતરાઓને સીધો છોડી દીધો હતો. વિરોધ કરનારાઓનો આરોપ છે કે, રખડતા કૂતરા નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, પરંતુ મુખ્ય અધિકારી ફક્ત ટેન્ડર પ્રક્રિયાઓમાં જ વ્યસ્ત છે. જેથી પ્રતિકાત્મક વિરોધ કરવા અધિકારીના ટેબલ પર ‘નોટોનો હાર’ પણ મૂક્યો હતો.








