Saturday, September 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના રોડ પર દોડતી એક જ RTO નંબરની બે AMTS બસ પકડાઈ,...

અમદાવાદના રોડ પર દોડતી એક જ RTO નંબરની બે AMTS બસ પકડાઈ, AMC એ કોન્ટ્રાક્ટરને 5 લાખનો દંડ ફટકાર્યો, પોલીસ તપાસ શરૂ

- Advertisement -

Two AMTS buses with identical RTO numbers caught : ખાનગી બસો અને ટ્રકોમાં એક જ RTO નંબરની પ્લેટો લગાવી ટેક્સ ચોરી કરવાના અનેક કૌભાંડ ગુજરાતમાં સામે આવી ચૂક્યા છે. આ વખતે આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં સામે આવી છે અને પોલીસે AMTS ની બસ પાર્ક કરાવી દઈ કૌભાંડની તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં વર્ષોથી ખાનગી કોન્ટ્રાક્ટરોની બસો AMTS માં દોડી રહી છે, પરંતુ પ્રથમ વખત એક જ RTO નંબરની બે બસ મેઘાણીનગર પોલીસે (Meghaninagar Police) શહેરમાંથી પકડી પાડી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો સામે આવ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) તંત્ર હરકતમાં આવ્યું છે. શરૂઆતમાં ઘટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરી રહેલા AMC ના અધિકારીઓ અને પદાધિકારીઓએ કોન્ટ્રાક્ટરને 5 લાખ રૂપિયા દંડ ફટકાર્યાની કબૂલાત કરી છે. બીજી તરફ આ ઘટનાને માનવીય ભૂલ છે.

બંને બસ પોલીસે રૂટ પર દોડતી અટકાવી દીધી

- Advertisement -

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) માં ખાનગી કોન્ટ્રાક્ટરોની સંખ્યાબંધ બસો શહેરના માર્ગો પર દોડી રહી છે. 18 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એક જ આરટીઓ રજીસ્ટ્રેશન નંબરવાળી બે AMTS બસ જોવા મળતા આ મામલો ગાજ્યો હતો. સોશિયલ મીડિયા પર બંને બસોના વીડિયો વાયરલ થતા અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) અને AMC હરકતમાં આવ્યું હતું. આ ઘટનાના પગલે અમદાવાદની મેઘાણીનગર પોલીસે બંને બસોને રોડ પર દોડતી અટકાવી દઈ પોલીસ સ્ટેશન નજીક પાર્ક કરાવી દીધી છે.

ગુનો નહીં માનવીય ભૂલ : AMTS કમિટી ચેરમેન

એએમટીએસ કમિટીના ચેરમેન પરાગ નાયકે (Parag Nayak) આ મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે બે બસ પર એક સરખી RTO નંબર પ્લેટની ઘટનાને માનવીય ભૂલ ગણાવી છે. પરાગ નાયકે વધુમાં જણાવ્યું છે કે, RTO રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે 10-15 દિવસે HSRP (High Security Registration Plate) મળે છે. દસેક દિવસ માટે આરટીઓના નિયમ અનુસાર રજીસ્ટ્રેશન નંબરનું સ્ટીકર લગાવીને ફરી શકો છો. આ કિસ્સામાં થોડાક દિવસોમાં બાદ નંબર પ્લેટ (HSRP) આવી તે બીજી બસમાં લગાવી દેવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, આ કેસમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMTS વિભાગે કોન્ટ્રાક્ટરને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

- Advertisement -

પોલીસ તપાસ ચાલુ

મેઘાણીનગર પોલીસમાં ચાલી રહેલી તપાસ મામલે ઇન્ચાર્જ પીઆઈ બી.એમ. ચૌધરી (PI B M Chaudhari) એ જણાવ્યું છે કે, બંને બસના ડ્રાઈવર, સુપરવાઈઝર સહિતના લોકોના નિવેદન મેળવવાની તેમજ બંને બસની માલિકીના દસ્તાવેજો તપાસવાની કામગીરી ચાલી રહી છે. આ બંને બસના દસ્તાવેજોની ખરાઈ આરટીઓ કચેરી ખાતે કરવામાં આવશે. આ કેસમાં પ્રાથમિક તપાસમાં શું સામે આવે તે પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular