- સ્કોર્પિઓમાં રહેલા બિશ્નોઈ ગેંગ બે ગુંડાઓને ઝડપી પાડવા પોલીસની સમગ્ર જિલ્લામાં નાકાબંધી
- SP મનોહરસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું
- પોલીસજીપ અને પોશડોડા ભરેલી સ્કોર્પિઓ ગાડી વચ્ચે ટક્કર
- પોલીસજીપમાં બેઠેલા પીઆઇ અને પોલીસ કર્મી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખાસેડાયા
- બિશ્નોઈ ગેંગ માદક પદાર્થો અને વિદેશી દારૂની વ્યાપક હેરાફેરી
Aravalli Bishnoi gang and police encounter: બિશ્નોઈ ગેંગના બે સાગરીતો સ્કોર્પિઓ ગાડીમાં પોશડોડા ભરી ધનસુરા તાલુકાના શિણોલ ગામ નજીકથી પસાર થતા એસઓજી પોલીસે ગાડી અટકાવવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પિસ્તોલ કાઢી ફાયરિંગ કરવા જતા એસઓજી એ સ્બચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું પોલીસ જીપ અને સ્કોર્પિઓને નુકશાન થયું હતું બિશ્નોઈ ગેંગના બંને સાગરીતો ફરાર થઇ જતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડવા સમગ્ર જિલ્લામાં નાકબંધી કરી દીધી છે
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લા એસઓજી પોલીસે ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા બિશ્નોઈ ગેંગના સાગરીતો બ્લેક સ્કોર્પિઓમાં પોશડોડાની હેરાફેરી કરતા હોવાની શિણોલ તરફથી પસાર થઇ રહ્યા હોવાની બાતમી મળતા એસઓજી પોલીસે બ્લોક કરી પોશડોડા ભરેલી સ્કોર્પિઓ કારને રોકવા જતા પોલીસજીપ સાથે સ્કોર્પિઓ અથડાવી પોલીસ સાથે પિસ્તોલ તાકી દેતા પોલીસ ચોંકી ઉઠી હતી પળનો વિલંબ કર્યા વગર બે રાઉન્ડ સ્કોર્પિઓ પર ફાયરિંગ કરતા ખાડામાં ઉતરી પડેલી સ્કોર્પિઓ ગાડીમાં બેઠેલા બંને આરોપીઓ અંધારામાં ફરાર થઇ ગયા હતા ફાયરિંગની ઘટનાને પગલે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા અને પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે સ્કોર્પિઓ ગાડીમાંથી મોટી માત્રામાં પોશડોડાનો જથ્થો કબ્જે કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથધરી હતી
SP મનોહરસિંહ જાડેજા ઘટનાસ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું
અરવલ્લી જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા ઘટનાની ગંભીરતા સમજી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો સ્કોર્પિઓ ગાડીનો ચાલક અને તેનો સાગરિત ફરાર થઇ જતા સમગ્ર જિલ્લાની સરહદો સીલ કરી સઘન પેટ્રોલીંગ હાથધરી સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ હાથધર્યુ છે જિલ્લા પોલીસવડાએ દિલધડક ઓપરેશન કરનાર અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી








