નવજીવન ન્યૂઝ. પોરબંદર: આજે વહેલી સવારે ગુજરાત ATSએ (Gujarat ATS) પોરબંદરમાં (Porbandar) મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આતંરરાષ્ટ્રીય આતંકી પ્રવૃતિ સાથે સંકળાયેલા ત્રણ શંકાસ્પદ યુવકને ATSએ પોરબંદરના કોસ્ટલ એરિયામાંથી બાતમીના અધારે ઝડપી પાડ્યા છે. આ શંકસ્પદ યુવકોની અટકાયત કરી પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં શંકાસ્પદ યુવકો આંતકી પ્રવૃતિ સાથે સંકળાયેલા છે અને ઇરાની સંગઠન ISKPના મોડ્યુલ સાથે કનેક્શન ધરાવે છે. તેઓ પોરબંદરના દરિયાઈ પોર્ટ પરથી બોટ દ્વારા આફઘાનિસ્તાનથી ઈરાન આતંકી ટ્રેનિંગ માટે જવાના હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પકડાયેલા ત્રણેય યુવકો શ્રીનગરના વતની છે. તેમની પૂછપરછમાં એક શ્રીનગર અને એક સુરતની મહિલાનું નામ પણ ખૂલ્યું છે. હાલ ATSએ ચાર આરોપીની ધરપકડ કરી આંતકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.
આ મામલે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ATSની ટીમને બાતમી મળી હતી કે પોરબંદરના કોસ્ટલ એરિયામાં ત્રણ શંકાસ્પદ યુવાનો રોકાયા છે. જે બાતમીના અધારે ATSની ટીમ પોરબંદર પહોંચી હતી અને પોરબંદર રેલ્વે સ્ટેશન પરથી ત્રણ શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. જેમાં તેમની પૂછપરછ કરતા આતંકી સંગઠન ISKP(Islamic State Khorasan Province) સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉબૈર મીર, હનન શૈલા અને મોહમંદ હાજીમની ધરપકડ કરી છે. જે ત્રણે આરોપી મૂળ કાશ્મીરના શ્રીનગરના હોવાનું સામે આવ્યું છે. તેમની સઘન પૂછપરછ કરતા ઝૂબૈર મુનશી અહેમદ જે મૂળ શ્રીનગરનો રહેવાસી છે. હજુ તેની અટકાયત થઈ નથી. તેમજ સુરતની એક મહિલાનું નામ પણ ખૂલ્યુ છે. સુમૈરાબાનુ જે ISKP સંગઠન સાથે સંકળાયેલા હોવાની વિગતો મળી છે. તેની પણ ધરપકડ કરી લેવાઈ છે.
પોરબંદરથી પકડાયેલા આરોપી ઉબૈર, હનન અને હાજીમ પાસેથી લેપટોપ મોબાઈલ ફોન સહિત ઘણી વસ્તુઓ મળી આવી છે. જે ISKP સાથે સંકળાયેલી છે. તેઓની પૂછપરછ સામે આવ્યું છે, કે તેઓ ઈરાન જઈ આતંકી પ્રવૃતિમાં જોડાવાના હતા. તેમજ આ લોકો યુવાનોનું માઈન્ડ વોશ કરવા માટે વિડિયો પણ બનાવીને મોકલતા હતા. હાલ લેપટોપ ફોન સહિતની વસ્તુઓ કબ્જે કરી વધુ તપાસ કરવામાં આવી રહી છે અને UAPA એકટ હેઠળ ફરિયાદ નોંધી ચારેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
TAG: Gujarat ATS Operation, ISKP, ISIS, Porbandar, ATS
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








