નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરમાં (Bhavnagar) ‘ખૂન કા બદલા ખૂન’ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં અગાઉની હત્યાની અદાવાત રાખીને બે મહિલાઓ ઉપર જાહેર રસ્તા પર હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાખોરથી બચવા માટે મહિલાઓએ મોપેડને પોલીસ સ્ટેશન તરફ ભગાવ્યું હતું. પરંતું પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલા જ પોલીસ સ્ટેશનથી 50 મીટરના અંતરે મહિલાઓનું મોપેડ સ્લીપ ખાઈ ગયું હતું અને મહિલાઓ હુમલાખોરોના હાથમાં આવી ગઈ ગતી.
શું હતો સમગ્ર મામલો
ભાવનગરમાં મફતનગરમાં રહેતા ધારાબેન વાજા છેલ્લા પંદર વર્ષથી તેમની માસીની દીકરી રંજનબેન સાથે રહે છે. તેમને ભાડે ઘર લેવાનું હોવાથી દલાલનો ફોન આવતા ઘર જોવા માટે રંજન અને ધારા ગયા હતા. જ્યાંથી પરત ફરથી વખતે રસ્તામાં સાજન બારેયા અને ઋતવીક વેગડ તેમનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન થ્રી સર્કલ પાસે ચાલુ વાહને સાજનને મહિલાઓ પર છરી વડે હુમલો કરી દીધો હતો. મહિલાઓ પર હુમલો થતાં પોતાનો જીવ બચાવા માટે નજીકના પોલીસ સ્ટેશન તરફ મોપેડને ઝડપથી ભગાવ્યું હતું.
પરંતું મહિલાઓ ભરતનગર પોલીસ સ્ટેશનએ પહોંચે તે પહેલા 50 મીટરના અંતરે જ મહિલાઓનું મોપેડ સ્લીપ ખાઈ ગયું હતું, જેથી મહિલાઓ હુમલાખોરાના હાથમાં આવી ગઈ હતી. જ્યાં સાજન અને ઋતવીકે બંને મહિલાઓ પર છરી અને સોપારી કાપવાના સુડી વડે હુમલો કરી દીધો હતો. જોકે મહિલાઓ પર હુમલો થતાં સ્થાનિક લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું. જેથી બંને હુમલાખોરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. મહિલાઓ ઈજાગ્રસ્ત થતાં તેમને 108 મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રંજનબેનની હાલત ગંભીર જણાતા તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
બે વર્ષ અગાઉ રોશનીનો મંગેતર અને રંજનનો ભાઈ ગોપાલ તેના જન્મ દિવસે નિમેતે મિત્રો સાથે કેક કાપવા માટે ગયો હતો. જ્યાં તેની હત્યા નિપજાવી દેવામાં આવી હતી. રોશનીના મંગેતરની હત્યાનો ફાયદો લઈને સંજય બારૈયા રોશનીની છેડતી કરતો હતો. ઉપરાંત ગોપલની હત્યા થઈ જતાં સંજય અને સાજનએ ઘરે DJ પાર્ટી પણ કરી હતી. જેનો ખાર રાખીને મંગેતરની હત્યાનો બદલો લેવાનું રોશનીએ પ્લાનિંગ કર્યું હતું. જેના ભાગરૂપે દોઢ વર્ષ અગાઉ રોશનીએ સંજયને રંજનના ઘરે બોલાવીને તેની હત્યા કરી નાખીને મૃતદેહને અવાવરૂ જગ્યા પર ફેંકી દીધી હતી. જે હત્યા કેસમાં રોશની, ગણેશ, રાકેશને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. આ હત્યા રંજનના ઘરે થઈ હતી, પરંતું ફરિયાદમાં તેના નામનો કોઈ ઉલ્લેખ ન હોવાનો ખાર રાખીને સંજયના ભાઈ સાજને રંજનની હત્યા કરવાના ઈરાદે ગઈકાલે હુમલો કરી દીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અવાર-નવાર મંત્રીઓ લવ જેહાદના મુદ્દે વિવાદીત નિવેદનો આપતા હોય છે. તાજેતરમાં જ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીએ મોરબીમાં નિવેદન આપ્યું હતું કે, કોઈ સલીમ સુરેશ બનીને છોકરીને ફસાવશે તો હું તેના ભાઈ બનીને કાર્યવાહી કરીશ. રાજ્યમાં જમીની વાસ્તવિકાતા જોઈએ તો રોજબરોજ મહિલા પર હુમલો અને બળાત્કારની ઘટના પોલીસ ચોંપડે નોંધાઈ રહી છે. જેથી તેમના ભાઈ બનીને પણ સમાજમાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જરૂરી બની છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








