નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ગુજરાતમાં સામાન્ય રીતે પરણિત મહિલાઓ પર સાસરિયા અને પતિ દ્વારા માનસીક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાના બનાવો સામે આવતા હોય છે. પરંતું ભાવનગરમાં (Bhavnagar) એક વિપરીત કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પરણીત પુરુષે પત્નીના ત્રાસથી પોલીસ સ્ટેશનમાં જઈને વરતેજ પોલીસ સ્ટેશનના (Vartej Police station) પ્રાંગણમાં શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી (Suicide attempt) દીધી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરના નારી ગામના વતની જીતેશ રાઠોડે ગત મોડી રાત્રીના સમયે વરતેજ પોલીસ મથકે જઈને શરીર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમનો બચાવ કરીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, જીતેશે તેની પત્નીના ઘરકંકાસને લઈને મોડી રાત્રીના સમયે વરતેજ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાનો પ્રહાસ કર્યો હતો.
જોકે આ મામલે યુવાનની માતા કાન્તાબેને આક્ષેપ કર્યો છે કે, દીકરાના લગ્નને 14 વર્ષ થયા છે. લગ્નજીવન દરમિયાન તેને બે સંતાનો પણ છે. લગ્નની શરૂઆતથી જ પત્નીએ ઝઘડવાનું શરૂ કરી દીધું હતું. પત્નીના ત્રાસના કારણે દિકરાએ બે વાર પંખે લટકીને, એકવાર દવા પીને અને આજે આગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. હાલ પત્ની છોકરાઓને લઈને સુરત જતી રહી છે. ગત 8 તારીખે પત્નીના ત્રાસ અંગેની અરજી દીકરાએ વરતેજ પોલીસને આપી હતી. જે અંગે પોલીસે કાર્યવાહી કરી ન હતી અને પોલીસ સ્ટેશનમાંથી ધક્કો મારીને કાઢી મુક્યો હતો. પોલીસે યોગ્ય સમયે કાર્યવાહી કરી હોત તો મારા દીકરાને આવું પગલું ભરવું પડ્યું ન હોત.
આ અંગે DySP સીંધલે જણાવ્યું હતું કે, વરતેજ પોલીસ સ્ટેશન સામેના રોડ પર આ બનાવ બન્યો હતો. જેમાં નારી ગામના 35 વર્ષીય જીતેશે ઘરકંકાસથી કંટાળીને શરીર પર પેટ્રોલ છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસકર્મી દ્વારા ધાબળા અને ફાયર એક્સ્ટિંગ્યુસર છાટીને બચાવી લેવામાં આવ્યા હતા. હાલમાં જીતેશભાઈ ભાવનગરની સરટી હોસ્પિટલમાં બર્ન વિભાગમાં દાખલ છે.
ઈનપુટઃ હઠીસિંહ ચૌહાણ
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








