Thursday, June 25, 2026
HomeGeneralવાંચો રાજકોટ જિલ્લાના મતદારોની ખાસ વાતો જે તમે નહીં જાણતા હોય

વાંચો રાજકોટ જિલ્લાના મતદારોની ખાસ વાતો જે તમે નહીં જાણતા હોય

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટ (Rajkot) જિલ્લાની આઠ વિધાનસભા (Assembly Election) બેઠકો માટે પહેલી ડિસેમ્બરે મતદાન (Voting) થવાનું છે. જિલ્લામાં કુલ ૨૩,૦૭,૨૩૭ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકો પર મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા જિલ્લા ચૂંટણી અધિકારી (Rajkot Election Officer) અરૂણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા ચૂંટણી તંત્ર દિવસરાત કામ કરી રહ્યું છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અંતિત મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં ૧૮થી ૧૯ વર્ષની વયના કુલ ૪૩,૪૭૭ મતદારો નોંધાયા છે. જ્યારે ૨૦થી ૨૯ વર્ષની વયજૂથના ૪,૩૧,૩૬૧ મતદારો છે. જો ૩૦ વર્ષની નીચેના આ બંને વયજૂથની સંખ્યા સાથે ગણવામાં આવે તો, જિલ્લામાં ૪,૭૪,૮૩૮ મતદારો થાય છે.

- Advertisement -

વધુ વાંચો- એવું શું થયું કે આ ગામના લોકો મતદાન બુથ બનશે તો તાળાબંધી કરવાનું એલાન કરે છે !

જ્યારે ૩૦થી ૩૯ વયજૂથના ૫,૭૦,૨૬૭ મતદારો છે. જિલ્લામાં આ વયજૂથમાં સૌથી વધુ મતદારો છે. ૪૦થી ૪૯ વયજૂથમાં ૪,૭૪,૪૫૦ મતદારો, ૫૦થી ૫૯ વયજૂથમાં ૩,૬૭,૬૩૨ મતદારો, ૬૦થી ૬૯ વયજૂથમાં ૨,૪૫,૦૭૪ મતદારો તથા ૭૦થી ૭૯ વયજૂથમાં ૧,૨૨,૮૦૦ મતદારો છે. રાજકોટ જિલ્લામાં ૮૦ વર્ષથી વધુ ઉંમરના “વૃધ્ધ” મતદારોની સંખ્યા ૫૨,૧૭૬ છે.

રાજકોટ જિલ્લામાં ૪૦ વર્ષથી નીચેના કુલ મતદારો ૧૦,૪૫,૧૦૫ થાય છે. જિલ્લામાં ૧૧,૯૬,૮૯૭ પુરુષ મતદારો, ૧૧,૧૦,૩૦૬ મહિલા મતદારો તેમજ થર્ડ જેન્ડરના ૩૪ મતદારો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular