Tuesday, October 20, 2026
HomeGujaratવડોદરાના અટલબ્રિજ પર ડમ્પરે યુવતીનો ભોગ લીધો, પરિવારમાં આક્રંદ

વડોદરાના અટલબ્રિજ પર ડમ્પરે યુવતીનો ભોગ લીધો, પરિવારમાં આક્રંદ

- Advertisement -

Vadodara Atalbridge accident: વડોદરામાં અટલ બ્રિજ પર એક જુવાનજોધ દીકરી પર ડમ્પર ફરી વળતા તેનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં સતત અકસ્માતોની ઘટનાઓ બની રહી છે તેવામાં આ ઘટનામાં દીકરી વડીવાડી ફાયર સ્ટેશન પાસે આવેલા અટલ બ્રિજ પરથી વાહન લઈને જઈ રહી હતી. દરમિયાનમાં ડમ્પર સાથે અકસ્માત થતા તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બનાવને પગલે મૃતક યુવતીના પરિવારજનો અને ગોરવા પોલીસ સ્થળ પર દોડી આવ્યા હતા. અહીં પરિવારે ભારે આક્રંદ કર્યો હતો જ્યારે તેમની દીકરીને રોડ પર મૃત અવસ્થામાં જોઈ હતી. પરિવારજનોએ સ્થળ પર તેનો ચહેરો જોવા પોલીસને ખુબ આજીજી કરી હતી પરંતુ સ્થિતિ એવી હતી કે હાલ પોલીસે તેમને આવું ના કરીને પોતાને સ્વસ્થ કરવાની સલાહ આપી હતી. વડોદરામાં છેલ્લા ઘણા સમયથી વાહન અકસ્માતો સતત બની રહ્યા છે. લોકો સામાન્ય નિયમો ના પાળી વાહન ચલાવતા થયા જેના કારણે અકસ્માતોમાં સ્વજનો ગુમાવવાની સ્થિતિ ઘણા પરિવારોને માટે દુખના દિવસો લાવી ચુકી છે. એક થોડી ક્ષણોની ઉતાવળ અને કોઈના ઘરનો દિવો હોલવાઈ જાય છે. આવી જ એક ઘટના છે.

મૃતક હેતવી જીતેન્દ્ર માંડગે વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં આવેલા હાથીભાઈનગરના મારુતિધામમાં રહેતી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલા પરિવારજનોએ હેતવીનો ચહેરો જોવા માટે પોલીસને આજીજી કરી હતી. જોકે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તેમને પહેલાં સ્વસ્થ થવાની સલાહ આપી હતી. આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સ્થળ પર ગમગીન માહોલ સર્જાયો હતો.

- Advertisement -

અકસ્મતમાં હેતવીનું મોત થતાં ગોરવા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન અકસ્માત સર્જનાર ડમ્પરની પાછળની નંબર પ્લેટ ન હોવાનું પણ સામે આવ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક દિવ્યાશકુમાર મહેન્દ્રભાઈ ચૌહાણ (ઉંમર 28 વર્ષ, રહે. પટેલ ફળિયું, હરિપુરા ગામ, વડોદરા)ને ઝડપી પાડ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરા શહેરમાં ભારે વાહનોની અવરજવર અને ટ્રાફિક નિયમોના પાલન અંગે આ અકસ્માત બાદ ફરી સવાલો ઊભા થયા છે. અટલ બ્રિજ પર બનેલી આ દુર્ઘટનાએ ભારે વાહનોની સુરક્ષિત અવરજવર અને વાહનોની નંબર પ્લેટ સહિતના નિયમોના અમલ અંગે ચિંતા જગાવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular