Saturday, April 20, 2024
HomeGujaratએવું શું થયું કે આ ગામના લોકો મતદાન બુથ બનશે તો તાળાબંધી...

એવું શું થયું કે આ ગામના લોકો મતદાન બુથ બનશે તો તાળાબંધી કરવાનું એલાન કરે છે !

- Advertisement -

નવજીવન ન્યુઝ. તાલાલા : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી છે ત્યારે ચૂંટણી પંચ મતદાનના અવસરને ઉજવવા જનતાને અપીલ કરી રહી છે. ત્યારે બીજી તરફ ગુજરાતનું એક ગામ પોતાના વિસ્તારમાં ચૂંટણીના મતદાન માટે મતદાન મથક જ ન બનાવવા અરજી કરે છે. આ સ્થિતી આશ્ચર્યજનક છે પરંતુ ગીરસોમનાથ જિલ્લાના આ ગામે આવી રજૂઆત કરી પોતાની સમસ્યાઓ ઉજાગર કરવા પ્રયાસ કર્યો છે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો પર્વ છે ત્યારે લોકોમાં મતદાનનો અવસર આવતા ખુશી જોવા મળી રહી છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે પોતાના વિસ્તારમાં થયેલા ભ્રષ્ટાચાર અને અસુવિધાના કારણે લોકપ્રતિનિધીઓથી નારાજ છે. આ પ્રકારે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના જાવંત્રી ગામના મતદારો પણ નારાજ છે. જેમણે આ મામલે તંત્ર સમક્ષ રોષ ઠાલવી પોતાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષોને ગામમાં પ્રચાર નહીં કરવા તેમજ તંત્રએ મતદાન માટે બુથ નહીં ઉભા કરવા અરજી કરી છે.

- Advertisement -

આ મામલે જાવંત્રી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અલ્તાફ બ્લોચે મિડીયાને જણાવ્યું હતું કે, અમારા ગામના રસ્તાની હાલત એકદમ બિસ્માર છે. આ રોડમાં થયેલા ભ્રષ્ટાચારને કારણે રોડની બિસ્માર હાલત છે અને, આ ખરાબ રસ્તાના કારણે ગામના લોકો અકસ્માતનો ભોગ બને છે અને બે થી ત્રણ લોકોના મોત પણ નિપજ્યા છે. માટે અમારા ગામના લોકો કોઈ પણ રાજકીય પક્ષોને અમારા ગામમાં નહીં પ્રવેશ આપે અને જો છતાં આવે તો દરેક જવાબદારી તેમની પોતાની રહેશે. સાથે જ તેમણે ઉમેર્યુ હતું કે, અમારા ગામના લોકો મતદાનનો બહિષ્કાર કરતા હોય તંત્રને પણ અમારા ગામમાં કોઈ મતદાન બુથની વ્યવસ્થા નહીં કરવા અપીલ છે, જો થશે તો અમે બુથને તાળાબંધી કરીશું.

આમ તાલાલાના જાવંત્રી જૂથ ગ્રામ પંચાયતના લોકોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષો અને તંત્ર પણ વિમાસણમાં મુકાયું છે. ત્યારે જોવું રહ્યું કે આ ગામના લોકની માગણી પુરી થયા વગર મતદાન થશે કે નહીં, તેમજ તંત્ર જાવંત્રી ગામના લોકોને મતદાન કરવા સમજાવવામાં સફળ રહેશે કે કેમ. સાથે જ સવાલ પેદા થાય છે કે, ચૂંટણીમાં મતદાન નહીં કરી નાગરિક તરીકે મળેલા સર્વશ્રેષ્ઠ અધિકારનો બહિષ્કાર કરવો પડે તેવી સ્થિતી પેદા થવા પાછળ જવાબદાર કોણ ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular