Friday, September 22, 2023
HomeGeneralસૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના આ મહત્વના સમાચાર જાણી લેજો નહીં તો થશો પરેશાન

સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના આ મહત્વના સમાચાર જાણી લેજો નહીં તો થશો પરેશાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પશ્ચિમ રેલવે (Western Railway) તરફથી યાત્રીકો માટે મહત્વના સમાચાર (Railway News) આપવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, પશ્ચિમ રેલવે ડિવિઝનના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર પિટ લાઈનું કામ ચાલી રહ્યું હોવાથી કેટલીક ટ્રેન પ્રભાવિત (Train Schedule) થશે.

પશ્ચિમ રેલવેના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર પિટ લાઇનના કામને કારણે, ભાવનગર રેલવે ડિવિઝનની પોરબંદર-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19016 – Saurashtra Express) 19.11.2022થી પરિવર્તિત સમય સાથે પોરબંદરથી દાદર સ્ટેશન સુધી દોડશે અને આગામી આદેશો સુધી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર જશે નહીં. તેવી જ રીતે, મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન (19015) 21.11.2022 થી આગામી આદેશો સુધી દાદર સ્ટેશનથી પોરબંદર સ્ટેશન સુધી ચાલશે. મુંબઈ સેન્ટ્રલને બદલે દાદર સ્ટેશનથી ઉપડશે.

- Advertisement -

ટ્રેન નંબર 19016 પોરબંદર – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19.11.2022 થી દરરોજ 22.40 કલાકે પોરબંદરથી ઉપડશે અને બીજા દિવસે 19.05 કલાકે દાદર સ્ટેશન પહોંચશે. પોરબંદરથી વાસદ જંકશન સ્ટેશન સુધી ટ્રેનના આગમન અને ઉપડવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, વડોદરા અને દાદર વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ટ્રેન નંબર 19015 મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 21.11.2022 થી દરરોજ 09.30 કલાકે દાદર સ્ટેશનથી ઉપડશે અને બીજા દિવસે 05.30 કલાકે પોરબંદર પહોંચશે. તે સિવાય કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનોના ઓપરેટિંગ સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચરને લગતી વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈ શકે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular