Saturday, May 2, 2026
HomeGujaratઆણંદઃ કાર-બાઈક અને ઓટોના અકસ્માતમાં 6 વ્યક્તિ મોતને ભેટ્યા, કોંગ્રેસ MLAના જમાઈની...

આણંદઃ કાર-બાઈક અને ઓટોના અકસ્માતમાં 6 વ્યક્તિ મોતને ભેટ્યા, કોંગ્રેસ MLAના જમાઈની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ ગુજરાતના આણંદ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત ગુરુવારે રક્ષાબંધનની સાંજે 7 વાગ્યાની આસપાસ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત કાર, ઓટો અને બાઇકની ટક્કરથી થયો હતો, જેમાં બાઇક પર સવાર બે લોકો અને ઓટોમાં સવાર ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કારના ડ્રાઇવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

આણંદના એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય પુનમચંદ પરમારના જમાઈ કેતન પઢિયારને આ કેસમાં આરોપી બનાવવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ અકસ્માત આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડાલી ગામ પાસે થયો હતો.

- Advertisement -

આણંદના મદદનીશ પોલીસ અધિક્ષક અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, “આણંદમાં સાંજે લગભગ 7 વાગ્યે કાર, બાઇક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. ઓટોમાં સવાર ચાર લોકો અને બાઇક પર સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને કારના ડ્રાઈવરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.”

કોંગ્રેસ ધારાસભ્ય પૂનમ પરમારના જમાઈ કાર ચલાવતો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં છ વ્યક્તિના મોત નિપજ્યા હતા. અકસ્માત બાદ કેતન પઢિયારનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેતન વીડિયોમાં લથડીયા ખાતો નજરે પડ્યો હતો. સ્થાનીકો દ્વારા કેતન નશામાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તેમણે વધુમાં જણાવ્યું કે કારને કારણે અકસ્માત થયો હતો. “કાર કેતન નામના વ્યક્તિની છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાર માલિકને જાણ કરવા માટે કહેવામાં આવ્યું છે. પૂછપરછ બાદ અકસ્માત વિશે વધુ વિગતો ક્યારે જાણવા મળશે.” હજુ વધુ તપાસ ચાલુ છે.

- Advertisement -

મૃતકોના નામ અને રહેઠાણ
જીયા વિપુલભાઈ મિસ્ત્રી, ઉં.વ 14, સોજીત્રા,નવાઘરા
જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, ઉં.વ 17, સોજીત્રા, નવાઘરા
વિણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉં.વ 44, સોજીત્રા, નવાઘરા
યાસીનભાઈ મોહમ્મદભાઈ વહોરા (રિક્ષા ચાલક), ઉં.વ 38, સોજીત્રા,
અબ્દુલ રજીદ પાર્ક સોજીત્રા
યોગેશભાઈ રાજેશભાઈ રમણભાઈ ઓડ, ઉં.વ 20, બોરીયાવી, સ્વામિનારાયણ મંદિર પાસે, આણંદ
સંદીપ ઠાકોરભાઈ ઓડ, ઉં.વ 19, બોરીયાવી, સ્વામિનારાયણ મંદિર પાસે, આણંદ

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular