Sunday, April 19, 2026
HomeGujaratGir Somnathશ્વાને સિંહને ભગાડ્યો ! જૂઓ વીડિયોમાં કેવી રીતે ગીરના સિંહને શ્વાનના ટોળાએ...

શ્વાને સિંહને ભગાડ્યો ! જૂઓ વીડિયોમાં કેવી રીતે ગીરના સિંહને શ્વાનના ટોળાએ ભગાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ Gir Lion Video: આમ તો સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. પરંતુ કેટલાક એવા દૃષ્યો સામે આવે છે જેને જોઈ સિંહને જંગલનો રાજા કહેવો કે કેમ તે સવાલ પેદા થતો હોય છે. ત્યારે ગીરમાંથી (Gir Forest) પણ આવા જ દૃષ્યો સામે આવ્યા છે જેમાં કદાવર સિંહ (Lion) શ્વાન (Dog) સામે હારી ગયો અને ભાગવા મજબૂર બન્યો. આમ તો સિંહ કદાવર પ્રાણીઓને પણ પછાડીને તેમનો શિકાર કરતાં હોવાના અનેક વીડિયો સામે આવતા રહે છે. પરંતુ હાલ એક ગીરના (Gir Somnath) એક ગામમાંથી વીડિયો સામે આવ્યો છે જેમાં જગંલના રાજાને શ્વાનનું ટોળું ઊભી પુછડીયે ભગાવી રહ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.

આ વિશ્વભરમાં એશિયાટીક સિંહ માત્ર ગુજરાતના ગીર વિસ્તારમાં જ જોવા મળે છે. આ સિંહ ઘણી વખત શીકારની શોધમાં જંગલ વિસ્તારમાંથી બહાર આવીને શહેરની સોસાયટીઓ સુધી તો ક્યારેક જાહેર માર્ગો પર આવી જતાં હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે. શહેરી વિસ્તારમાં જંગલનો રાજા આવી જાય તો ભલભલાના પરસેવા છૂટી જતાં હોય છે અને બીકના માર્યા લોકો બારી-બારણા પણ બંધ કરી દેતા હોય છે. ત્યારે ગામમાં ઘુસેલા એક સિંહને વફાદાર કહેવાતા શ્વાનના ટોળાએ દોડાવીને ગામમાંથી હાંકી કાઢ્યાનો વીડિયો વાયરલ થયો છે.

- Advertisement -

આ વીડિયોમાં સિંહને દોડાવી રહેલા શ્વાન જોઈ શકાય છે. જ્યાં રાત્રીના સમયે દરમિયાન ગામમાં લટાર મારવા આવેલા ડાલામથ્થા સિંહની પાછળ 5થી 7 જેટલા શ્વાન પડ્યા હતા. સિંહની પાછળ શ્વાનનું ટોળું પડતાં સિંહ શિયાળ બનીને ત્યાંથી નિકળી ગયો હતો. જોકે વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં લોકો ટિપ્પણીઓ કરી રહ્યા છે કે એકતાની તાકાતથી સિંહને ડરીને ભાગવુ પડે છે. અહેવાલોમાં જણાવાયું છે કે આ વીડિયો ગીરના કોઈ ગામડાંનો છે અને તે તાજેતરમાં બનેલા બનાવ છે. પરંતુ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નવજીવન ન્યૂઝ કરતું નથી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular