Wednesday, July 8, 2026
HomeGujaratRajkotરાજકોટમાં કમોસમી વરસાદ માર્ગો પર પાણી ફર્યા, ખેડૂતો ચિંતામાં ગરકાવ

રાજકોટમાં કમોસમી વરસાદ માર્ગો પર પાણી ફર્યા, ખેડૂતો ચિંતામાં ગરકાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Weather Today રાજકોટ શહેર (Rajkot City) સહિત જિલ્લામાં આજે સવારથી મિશ્ર વાતાવરણ રહ્યું હતું. પરંતુ બપોરના સમય બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે. રાજકોટનું આકાશ કાળા વાદળોથી ઘેરાયા બાદ અચાનક વરસાદ (Unseasonal rainfall in Rajkot) તૂટી પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ સ્થિતીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આંકડાની વાત કરીએ તો રાજકોટ શહેરના વેસ્ટ ઝોનમાં 17 મીમી વરસાદ નોંધાયો જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 7 મીમી વરસાદ નોંધાયો છે.

રાજકોટ શહેરના કોટેચા ચોક, યાજ્ઞિક રોડ, કે.કે.વી. હોલ, ઢેબર રોડ, રૈયા રોડ અને માધાપર ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો. સાથે જ જેતપુર, ગોંડલ, જસદણ, કોલીથડ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજકોટના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના ઘઉંના પાક સહિતના પાકને નુકશાન પહોંચતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોનો ખેતરમાં તૈયાર થયેલો પાક અને ઉભો પાક બસ લણવા માટે તૈયાર હતો ત્યાં કમોસમી વરસાદ પડતા ખેડૂતો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાય શકે તેવી સ્થિતીનું નિર્માણ થયું છે.

- Advertisement -

TAG: Rajkot Weather Today, Unseasonal rainfall in Rajkot, Rajkot News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular