Friday, June 5, 2026
HomeGujaratAhmedabadAhmedabad Police લૉકરમાંથી ગાયબ થયેલું કરોડોનું સોનું-ચાંદી શોધવા સવા મહિનાથી અરજી પર...

Ahmedabad Police લૉકરમાંથી ગાયબ થયેલું કરોડોનું સોનું-ચાંદી શોધવા સવા મહિનાથી અરજી પર ચલાવે છે તપાસ

- Advertisement -

Gold and silver worth crores missing from private safe deposit vault : અમદાવાદ શહેરની RBI બેંક ઑફ બરોડાની કરન્સી ચેસ્ટમાંથી કર્મચારીએ 8.70 કરોડની રોકડ ચોરીની ઘટના બાદ અમદાવાદ પોલીસ આરોપીઓને પકડી તમામ મુદ્દામાલ કબજે કરવા પ્રયત્નશીલ છે. બીજી તરફ એક ખાનગી સેફ ડિપોઝિટ વોલ્ટમાંથી 7.50 કરોડની કિંમતનું સોનું-ચાંદી ગાયબ થઈ ગયું છે અને આ મામલાની તપાસ વસ્ત્રાપુર પોલીસ સવા મહિનાથી અરજી (Vastrapur police is investigating gold-silver worth crores on application) પર ચલાવી રહી છે. પોલીસ આ મામલાનો હલ લાવવા માટે સાઈ શ્રી સેફ ડિપોઝિટ વોલ્ટના કસ્ટોડિયન ચંદ્રકાંત પટેલને જવાબદારી લેવા માટે આડકતરી રીતે પ્રયત્ન કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, લૉકર ઑપરેટ કરતા વૃદ્ધ મહિલા હંમેશા તેમની સાથે એક યુવતીને લઈને આવતા હતા અને હંમેશા તેને લૉકર સુધી લઈ જવાનો આગ્રહ પણ રાખતા હતા.

લૉકર ખોલ્યા બાદ વૃદ્ધ મહિલાએ બૂમ પાડી

- Advertisement -

અમદાવાદના સન બિલ્ડરના માલિક એન. કે. પટેલ (Sun Builder owner N K Patel) મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક પાસે આવેલા સન બ્રિઝ ટાવરના ભોંયરામાં સાઈ શ્રી સેફ ડિપોઝિટ વોલ્ટ પ્રા.લી.ની માલિકી ધરાવે છે. સાઈ શ્રી સેફ ડિપોઝિટ વોલ્ટના કસ્ટોડિયન તરીકે ચંદ્રકાંત કાંતીલાલ પટેલ છેલ્લાં 21 વર્ષથી ફરજ બજાવે છે. સેફ ડિપોઝિટ વોલ્ટમાં કુલ 350 લૉકર આવેલા છે અને તે અલગ-અલગ વ્યકિતઓને ભાડે આપવામાં આવેલા છે. ગત 20 એપ્રિલની સવારે વાસણા ખાતેથી શર્મિષ્ઠાબહેન ગોપાલભાઈ પટેલ (ઉ. 62) એક યુવતી સાથે વોલ્ટ ખાતે પહોંચ્યા હતા. ચંદ્રકાંતભાઈ પટેલે રજીસ્ટરમાં એન્ટ્રી કરાવીને લૉકર નંબર 305 ખોલી આપી તેમના સ્થાને જઈને બેસી જાય છે. બે-ત્રણ મિનિટમાં શર્મિષ્ઠાબહેન બૂમ પાડી કહે છે કે, લૉકરમાંથી વસ્તુઓ ગુમ થઈ ગઈ છે. ત્યારબાદ શર્મિષ્ઠાબહેન ફોન કરી તેમના પતિ, નીતિન પ્રજાપતિ સહિત ત્રણ વ્યક્તિને સ્થળ પર બોલાવે છે. જ્યાં તેઓ કસ્ટોડિયન સાથે ચર્ચા કરીને થોડા જ સમયમાં નીકળી જાય છે. 22 એપ્રિલના રોજ નીતિનભાઈ પ્રજાપતિ સેફ ડિપોઝિટ વોલ્ટ ખાતે આવે છે અને પોલીસ કાર્યવાહી કરવાનું કહી અરજી કરે છે. જે અરજીના આધારે વસ્ત્રાપુર પોલીસ તપાસ શરૂ કરે છે.

સવા મહિનાથી ચાલતી અરજીની તપાસ

પોલીસ તપાસ દરમિયાન કસ્ટોડિયન ચંદ્રકાંતભાઈ પટેલ, તેમના માલિક, મેનેજર, અન્ય કસ્ટોડિયન સુરેશભાઈ અને સિક્યુરિટી ગાર્ડની પૂછપરછ નિવેદન નોંધે છે. ચંદ્રકાંતભાઈ તેમના નિવેદનમાં જણાવે છે કે, શર્મિષ્ઠાબહેને વર્ષ 2025ની 13 જાન્યુઆરીના રોજ લૉકર ઑપરેટ કર્યું હતું. વોલ્ટના દસ્તાવેજી રેકોર્ડ અનુસાર 14 મહિના સુધી ઑપરેટ જ થયું ન હતું. આ મામલાની તપાસમાં વસ્ત્રાપુર પોલીસ ચંદ્રકાંતભાઈનું ત્રણેક વખત નિવેદન લઈ ચૂકી છે. આ ઉપરાંત તેમના મોબાઈલ ફોનમાંથી મળી આવેલા ચંદ્રાકાંતભાઈની ભાણીના સીમંતમાં ભેટ અપાયેલા વાસણોની પણ પોલીસ તપાસ કરી ચૂકી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular