નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News : સામાન્ય રીતે પોલીસને જ આજના સમયમાં લોકોના રક્ષક ગણવામાં આવે છે. પરંતુ કેટલાક પોલીસ અધિકારીઓએ અને કર્મચારીઓની ગેરવર્તણૂકના કારણે પોલીસ વિભાગનું નામ બદનામ થાય છે, તેમ છતાં એવા પણ કેટલાક અધિકારીઓએ અને કર્મચારીઓ છે જેમના કારણે આજે પણ પોલીસ વિભાગ ગર્વ લઈ શકે છે. આવા જ કેટલાક પોલીસકર્મીઓની સરાહનીય કામગીરી આજે ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લામાં સામે આવી છે. નદીમાં ડૂબી રહેલી એક મહિલાને પોલીસકર્મીઓએ (Gir Somnath Police) નદીમાં કૂદીને બચાવી હતી અને નવજીવન આપ્યું હતું. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ (Rescue Video Viral) થઈ રહ્યો છે, જે જોઈને લોકો પોલીસકર્મીઓની આ કામગીરીના વખાણ કરી રહ્યા છે.
બનાવની વિગત મુજબ, ગીર સોમનાથ ખાતે આવેલી ત્રિવેણી નદી કાંઠે એક વુદ્ઘ મહિલા સવારે અધિક શ્રાવણ માસને લઈ પૂજા કરવા માટે ગયા હતા. તે દરમિયાન તેઓ નદીના પાણીના પ્રવાહ સાથે નદીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા. તેમણે બચાવવા માટેની બૂમો પાડતા ત્યાં ફરજ પર હાજર જવાન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પ્રભાત પાટણ પોલીસ સ્ટેશનના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને નદીમાં તણાઈ રહેલી મહિલાને બચાવવા નદીમાં કૂદી પડ્યા હતા. પ્રભાત પાટણ પોલીસના જવાનો દ્વારા જીવના જોખમે નદીમાંથી ડૂબતી મહિલાનું દિલઘડક ઓપરેશન કર્યું હતું અને મહિલાને હેમખેમ રીતે બચાવી લેવાઈ હતી. મહિલાનું નામ કેસરબેન ખીમજીભાઈ વણિક છે, જે ખારવાવાડ વેરાવળના રહેવાસી છે.
આ સમ્રગ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જ્યાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી મહિલાને પોલીસના જવાનો દ્વારા ઉગારી લેવામાં આવી હતી અને નદીમાંથી બહાર કાઢી સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપી હતી. આ પોલીસની આ સરાહનીય કામગીરી ખરા અર્થમાં પોલીસની પ્રજાના રક્ષક તરીકેની છાપ ઉભી કરી છે, બીજી તરફ પ્રભાત પાટણ પોલીસના ઉચ્ચ અધિકારીઓથી માંડીને પ્રજા પણ પોલીસના જવાનો વખાણ કરી રહ્યા છે. એટલે સામાન્ય રીતે પોલીસના અમુક કર્મીઓને કારણે તમામ લોકોમાં પોલીસ પ્રત્યેની એક ખરાબ છાપ ઉભી થતી હોય છે. પરંતુ પોલીસ ગુનેગારોને પકડવાની સાથે આ પ્રકારે લોકોને સુરક્ષા પણ જીવના જોખમે ફરજ બજાવતી હોય છે.
પોલીસના જબાંઝ જવાનો જેમણે જોખમ ખેડી મહિલાનો જીવ બચાવ્યો
કોન્સ્ટેબલ દેવજીભાઈ પુનાભાઈ
કોસ્ટેબલ મહેન્દ્રભાઈ બાબુભાઈ
કોન્સ્ટેબલ સુનિલ ભાઈ કેશવભાઈ
SRDવિજયભાઈ નકાભાઈ જેડવા
SRDકમલેશભાઈ ભુપતભાઇ રાઠોડ
SRD યોગેશઉકાભાઈ વાળા
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








