નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ ક્રાઈમ બ્રાંચ (Ahmedabad Crime Branch) માટે એવું કહેવાય છે કે, જે આરોપી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની નજરમાં આવી જાય છે તે પછી જેલના સળિયા પાછળ જ જાય છે. અમદાવાદમાં થતાં ગુનાઓના ભેદ તો ક્રાઈમ બ્રાંચ ઉકેલે જ છે, પરંતુ આજે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) થયેલી ચોરીના (Theft) આરોપીઓને ઝડપી પાડ્યા છે. ફરિયાદી આંગડિયા પેઢીના 47 લાખ રૂપિયા લઈને ભોપાલથી અમદાવાદ આવી રહ્યા હતા, તે દરમિયાન આરોપી બેગ ચોરીને ફરાર થઈ ગયો હતો. આ આરોપીઓ અમદાવાદમાં ચોરી કરેલા પૈસાનો ભાગ પડી રહ્યા હતા, તે દરમિયાન ક્રાઈમ બ્રાંચે બાતમીના આધારે રેડ કરીને આરોપીઓને ઝડપી પડ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદી અવાર-નવાર ભોપાલથી અમદાવાદ શ્રીનાથ ટ્રાવેલ્સમાં અવર-જવર કરતાં હતા. તે દરમિયાન તેમની પાસે હંમેશ પૈસા ભરેલી બેગ રહેતી હતી. કાયમી બસમાં આવતા-જતાં હોવાને કારણે બસના ડ્રાઈવર અને કંડક્ટર પણ ફરિયાદી તેજરામ પ્રજાપતિને ઓળખતા થઈ ગયા હતા. જેથી તેમણે શંકા હતી તે આ તેજરામ મોટા પ્રમાણમાં રોકડ રકમ લઈને મુસાફરી કરે છે. આવી જ રીતે જ્યારે ગત 24 જુલાઇના રોજ તેમણે પૈસા ભરેલી બેગ લઈને અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે મધ્યપ્રદેશના સોનકચ્છ વિસ્તારમાં બસ એક ઢાબા પર જમવા માટે ઊભી રહી હતી.
જ્યારે બસ ઢાબા પર ઊભી હતી ત્યારે ફરિયાદી પણ જમવા માટે બસની નીચે ઉતાર્યા હતા અને તેમની બેગ બસમાં જ હતી, તે દરમિયાન બસના કંડક્ટર હીરાલાલના ભાઈ ભેરાલાલને તેણે પૈસા ભરેલી બેગ આપી દીધી હતી અને ભેરાલાલ પૈસા ભરેલી બેગ ટ્રકમાં લઈને અમદાવાદ આવી ગયો હતો. આ અંગે ફરિયાદીએ સોનકચ્છ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. આ આરોપીઓ અમદાવાદ આવી ગયા હતા અને ગીતામંદિર નજીક પૈસાનો ભાગ પાડી રહ્યા હતા, આ નાગેની બાતમી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળતા દરોડો કરીને ભેરાલાલ, હીરાલાલ અને મદનસિંગ નામના ત્રણ આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝડપી પડ્યા હતા અને ચોરી કરેલા 47 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા હતા.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








