Thursday, September 17, 2026
HomeWoWEntertainmentસલમાન ખાનના 'કાલા હિરન' કેસ પર બનશે ફિલ્મ? ડિરેક્ટરે કહ્યું- હું સત્ય...

સલમાન ખાનના ‘કાલા હિરન’ કેસ પર બનશે ફિલ્મ? ડિરેક્ટરે કહ્યું- હું સત્ય બતાવી રહ્યો છું, તેઓ પોતાને જુએ તો અલગ વાત

- Advertisement -

Kala Hiran film and Salman Khan: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન સાથે જોડાયેલા ચર્ચિત કાળા હરણના શિકાર કેસ પર હવે ફિલ્મ બનવા જઈ રહી છે. ‘કાલા હિરણ: બેટલ ફોર લેગસી’ નામની આ ફિલ્મનો ફર્સ્ટ લુક જાહેર થતાં જ ચર્ચાનો વિષય બની ગઈ છે. ફિલ્મના નામ અને પોસ્ટરને લઈને એવી અટકળો ચાલી રહી છે કે તેમાં સલમાન ખાનના કેસની ઝલક જોવા મળી શકે છે. જોકે ફિલ્મના નિર્માતાઓએ આ બાબતે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ભારત શ્રીનેતના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મને લઈને વિવાદ પણ શરૂ થયો છે. અહેવાલો મુજબ સલમાન ખાનની કાનૂની ટીમે ફિલ્મની રિલીઝ અટકાવવા માટે નોટિસ મોકલી છે. આ સમગ્ર મામલે ફિલ્મના દિગ્દર્શક ભારત શ્રીનેતે મીડિયા સાથે વાતચીત દરમિયાન અનેક મુદ્દાઓ પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.

- Advertisement -

ફિલ્મ બનાવવા માટે સલમાન ખાન અથવા અન્ય કોઈ પાસેથી મંજૂરી લીધી છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ભારત શ્રીનેતે જણાવ્યું હતું કે તેઓ આ બાબતે કંઈ કહેવા માંગતા નથી. તેમના જણાવ્યા મુજબ અભિવ્યક્તિની સ્વતંત્રતા દરેકને છે અને જે કેસ જાહેર ક્ષેત્રમાં છે તેના પર ફિલ્મ બનાવવા માટે કોઈની મંજૂરી જરૂરી નથી. તેમણે ઉમેર્યું હતું કે આ કેસમાં સજા પણ થઈ ચૂકી છે અને સમગ્ર મામલો લોકો માટે જાણીતો છે.

સલમાન ખાન તરફથી કાનૂની કાર્યવાહી થવાની શક્યતા અંગે પૂછાતા તેમણે કહ્યું હતું કે આ કેસમાં અગાઉ પણ મજબૂત વકીલો હતા છતાં સજા થઈ હતી. તેમણે દાવો કર્યો કે કેસ સાથે જોડાયેલા એક વ્યક્તિ તરફથી તેમને પત્ર મળ્યો છે, જેના આધારે ફિલ્મ બનાવવામાં આવી રહી છે. સાથે જ તેમણે જણાવ્યું કે તેમની કાનૂની ટીમ સુપ્રીમ કોર્ટથી લઈને હાઈકોર્ટ સુધી તમામ સ્તરે તૈયાર છે.

ફિલ્મ બનાવવાની પ્રેરણા વિશે વાત કરતાં ભારત શ્રીનેતે જણાવ્યું કે તેઓ એક વખત રાજસ્થાન પ્રવાસ દરમિયાન બિશ્નોઈ સમાજ વિશે જાણ્યા હતા. તેમણે કહ્યું કે બિશ્નોઈ સમાજ માટે હરણ માત્ર પ્રાણી નથી, પરંતુ પરિવારના સભ્ય સમાન હોય છે. સમાજની મહિલાઓ હરણના બચ્ચાંને સ્તનપાન પણ કરાવે છે. તેમના જણાવ્યા મુજબ હરણની હત્યા બિશ્નોઈ સમાજ માટે સામાન્ય ઘટના નહીં પરંતુ પરિવારના સભ્યની હત્યા સમાન માનવામાં આવે છે.

- Advertisement -

ભારત શ્રીનેતે વધુમાં જણાવ્યું કે બિશ્નોઈ સમાજની પ્રકૃતિ અને જીવજંતુઓ પ્રત્યેની વિચારધારાથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. આ કારણસર તેમણે આ વિષયને દેશ અને દુનિયા સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. તેમના જણાવ્યા મુજબ ફિલ્મમાં બિશ્નોઈ સમાજની વારસાગાથા દર્શાવવામાં આવશે અને તે કોર્ટરૂમ ડ્રામા તરીકે રજૂ કરવામાં આવી છે.

લોરેન્સ બિશ્નોઈ સાથે કોઈ વાતચીત થઈ છે કે નહીં તે અંગે પૂછતાં તેમણે સ્પષ્ટ કહ્યું કે લોરેન્સ હાલ જેલમાં છે અને તેમની સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. તેમણે જણાવ્યું કે લોરેન્સ સંબંધિત જે માહિતી જાહેર ક્ષેત્રમાં ઉપલબ્ધ છે, ફિલ્મમાં તે જ આધારિત બાબતો દર્શાવવામાં આવી રહી છે.

ફિલ્મમાં કોઈ સરપ્રાઈઝ તત્વ હશે કે નહીં તે અંગે તેમણે કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો અને દર્શકોને ટીઝરની રાહ જોવા જણાવ્યું હતું.

- Advertisement -

ફિલ્મના પાત્રો અંગે તેમણે જણાવ્યું કે આ ડોક્યુમેન્ટરી નહીં પરંતુ ફીચર ફિલ્મ છે. ફિલ્મમાં અભિનેતા કાશિફ ઇકબાલ ખાન ‘અયાન ખાન’નું પાત્ર ભજવી રહ્યા છે, જ્યારે ફિલ્મમાં ‘લાયન બિશ્નોઈ’ નામનું પણ પાત્ર જોવા મળશે.

સલમાન ખાનને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યા છે કે નહીં તે અંગે પૂછાતા ભારત શ્રીનેતે જણાવ્યું કે તેઓ ક્યાંય એવું કહી રહ્યા નથી કે ફિલ્મમાં સલમાન ખાન છે. તેમના જણાવ્યા મુજબ ફિલ્મમાં વર્ષ 1998માં બનેલી ઘટનાને રજૂ કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ પોતાને તેમાં જુએ તો તે અલગ બાબત છે. તેમણે ફરી સ્પષ્ટ કર્યું કે ફિલ્મમાં મુખ્ય પાત્રનું નામ ‘અયાન ખાન’ છે.

પોસ્ટરમાં જોવા મળતો ચહેરો કોનો છે તે અંગે તેમણે જણાવ્યું કે તે ફિલ્મના અભિનેતા કાશિફ ઇકબાલ ખાન છે, જે અયાન ખાનનું પાત્ર ભજવી રહ્યા છે. કાશિફ ઇકબાલ ખાન સલમાન ખાન જેવા દેખાય છે તેવી ચર્ચા અંગે તેમણે કહ્યું કે તેઓ દેખાવમાં સમાન લાગી શકે છે, પરંતુ તેઓ એક સારા અભિનેતા છે.

ફિલ્મમાં 1998ની શિકાર ઘટના સાથે જોડાયેલા અન્ય લોકો પણ દર્શાવવામાં આવશે કે નહીં તે અંગે ભારત શ્રીનેતે જણાવ્યું કે ફિલ્મનું મુખ્ય કેન્દ્ર અયાન ખાનનું પાત્ર છે, પરંતુ ઘટનાથી જોડાયેલા અન્ય લોકો અને શિકાર કેસની વિગતો પણ ફિલ્મમાં સામેલ કરવામાં આવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular