Monday, January 20, 2025
HomeGujaratઘરનું ઘર ખરીદવાનું સપનું પૂરું કર્યું અને જીંદગીથી હાર્યો યુવાન, દસ્તાવેજ કરવા...

ઘરનું ઘર ખરીદવાનું સપનું પૂરું કર્યું અને જીંદગીથી હાર્યો યુવાન, દસ્તાવેજ કરવા જતાં આવ્યો હાર્ટ એટેક

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સાબરકાંઠાઃ Sabarkantha News: ગુજરાતમાં છેલ્લા કેટાલાક દિવસોથી યુવાનોમાં હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. જેના કારણે નાની ઉંમરે યુવાનો મૃત્યુ પામી રહ્યા છે. ત્યારે આજે વધુ એક યુવાનને હાર્ટ એટેક (Heart Attack) આવવાનો બનાવ સામે આવ્યો છે. સાબરકાંઠામાં (Sabarkantha) યુવાને નવું ઘર ખરીદ્યું હતું, તેના દસ્તાવેજ કરવા માટે પહોંચ્યા હતો. જ્યાં તે અચાનક જમીન પર ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા યુવકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ (Prantij) તાલુકાના પોગલું ગામે રહેતા પરીક્ષિત પટેલ નામનો યુવક હિંમતનગર તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે. પરીક્ષિતને ઘરનું ઘર ખરીદવાનું સપનું હતું. જે સપનાને સાકાર કરવા માટે પરીક્ષિતએ હિંમતનગરના નીલકંઠ સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું. નવા ખરીદેલા ઘરનો દસ્તાવેજ કરવા માટે પરીક્ષિત હિંમતનગરના બહુમાળી ભવનમાં રજીસ્ટ્રાર કચેરી ગયા હતા. નવા ઘરના દસ્તાવેજની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ઘરના માલિક બનતા રાહતનો શ્વાસ લીધો હતો. પરંતું આ સપનું સાકાર થતાની થોડીવારમાં જ પરીક્ષિતે તેનો જીવ ગુમાવી બેઠો હતો.

- Advertisement -

જ્યારે પરીક્ષિત સાંજના સમયે રજીસ્ટ્રાર કચેરીએ નવા ઘરના દસ્તાવેજ માટે પહોંચ્યો હતો. ત્યારે અચાનક પરીક્ષિત જમીન પર ઢળી પડ્યો હતો. દસ્તાવેજ કરવા માટે પરીક્ષિતની સાથે આવનાર સ્ટેમ્પ વેન્ડરે પરીક્ષિતને ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતું પરીક્ષિત બેહોશ જોવા મળ્યો હતો. જેથી કચેરીના સ્ટાફ અને સ્ટેમ્પ વેન્ડર મળીને પરીક્ષિતને રીક્ષામાં તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ તંત્રએ આ અંગેની જાણ પોલીસને કરતાં હિંમતનગર બી ડીવીઝન પોલીસનો કાફલો આવી પહોંચ્યો હતો અને યુવાનના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular