નવજીવન ન્યૂઝ. ઉના: Smuggling liquor from Diu: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાનો ઉના (Una) તાલુકો કેન્દ્રશાસિત પ્રદેશ દીવની (Diu)સરહદે આવેલો હોય ત્યાંથી દારૂની હેરાફેરીના (alcohol smuggling) અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હવે વધુ એક ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો જેમાં પોલીસને હાથ 107 બોટલ દારૂ લાગી હતી. આ મામલે ગીર સોમનાથ એલ.સી.બી. (Gir Somnath LCB) દ્વારા ઉના પોલીસ સ્ટેશનમાં આરોપી ઝડપી ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી હતી.
ઘટનાની વિગત એવી છે કે ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ દીવ અને ઉના વચ્ચે આવેલી અહેમદપુર માંડવી ચેક પોસ્ટ ખાતેથી દારૂની ખેપ આવવાની બાતમી ગીર સોમનાથ એલ.સી.બી.ને મળી હતી. બાતમી મળતા જ એલ.સી.બી.ની ટીમના કોન્સ્ટેબલ આર.બી. ગઢીયા, એસ.એસ. ડોડીયા અને કોન્સ્ટેબલ સંદીપ ઝણકાટ, ઉદયસિંહ સોલંકી તેમજ પેરોલ ફર્લો સ્કવૉડના હેડ કોન્સ્ટેબલ જે.બી. ગોહીલ વૉચમાં ગોઠવાઈ ગયા હતા. દરમિયાન રાત્રિના 11 વાગ્યા આસપાસ તેમણે ગુજરાત એસ.ટી.ની વણાકબારા થી પોરબંદર રૂટની જીજે 18 ઝેડ 7584 ને રોકાવી તપાસ કરતા મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

એલ.સી.બી.એ ડિલક્ષ એક્સપ્રેસ બસમાંથી કુલ 107 બોટલ દારૂ કબ્જે કરી બસના ડ્રાયવર અને કંડકટરની ધરપકડ કરી હતી. બસના ડ્રાયવર નારણભાઈ નથુભાઈ વાજા રહે. માંગરોળ, જુનાગઢ અને કંડકટર ખોડીદાસભાઈ મગનલાલ ભટ્ટી રહે. અમરેલીની પુછપરછ કરતા તેમણે આ દારૂનો જથ્તો દીવના રહેવાસી રાજેશભાઈ ઉર્ફે રાજુ સોલંકી વિજય બીયરબાર પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. એલ.સી.બી.એ આ મામલે ત્રણેય આરોપી અને મુદ્દામાલને ઝડપી ઉના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળી તપાસ ઉના પોલીસને સોંપી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવ માંથી પસાર થતી વણાકબારા – પોરબંદર ની એસ.ટી.બસમાં ચોર ખાનું બનાવીને તેમાં છુપાવેલો વિદેશી દારૂ વાહન ચેકીંગ દરમિયાન ગિર સોમનાથ એલ.સી.બી. શાખાના પો.હેડ. કોન્સ્ટેબલ પી.બી. મોરી તેમજ અન્ય સ્ટાફને ઉનાના અહેમદપુર ચેક પોસ્ટ વિદેશી દારૂ પકડી પાડયો.
વણાકબારા પોરબંદર રૂટની ડીલક્ષ એક્ષપ્રેસ એસ.ટી.બસ નંબર જી.જે.૧૮- ઝેડ-૭૫૮૪ વાળી માંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી સાઈઝની કાચની તથા પ્લાસ્ટિકની બોટલો નંગ-૧૦૭ કિંમત રૂપિયા ૪૦,૦૦૦ તથા બસ ચલાવનાર ડ્રાઈવર નારણ ભાઈ નથુભાઈ વાજા તથા કંડકટર ખોડીદાસ ભાઈ મગનભાઈ ભટ્ટી બંને આરોપી અંગ જડતી માંથી મળી આવેલ એન્ડ્રોઇડ મોબાઈલ નંગ બે કિંમત ૧૫,૦૦૦ મળી કુલ ૫૫,૦૦૦ હજારનો પ્રોહિબિશન નો મુદ્દામાલ પકડી આ અંગે ઉના પોલીસ સ્ટેશન માં ગુન્હો દાખલ કરી કાયૅવાહી હાથ ધરેલ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








