Saturday, June 3, 2023
HomeGujaratVadodaraવડોદરામાં રખડતા પશુને પકડતા થયો હુમલો, કોર્પોરેટર પણ ભૂલ્યા ભાન

વડોદરામાં રખડતા પશુને પકડતા થયો હુમલો, કોર્પોરેટર પણ ભૂલ્યા ભાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara News: ગુજરાતમાં અવાર-નવાર વિવધ શહેરોમાં રખડતાં ઢોરનો (Stray Cattle) આતંક જોવા મળી રહ્યો છે. ઢોરની અડફેટે આવતા કેટલાય નિર્દોષ લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. જોકે ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા રખડતાં ઢોરને લઈને તંત્રનો ઉધડો કાઢતાં તંત્ર દ્વારા 24 કલાક ઢોર પકડવાની કાર્યવાહી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. જેના કારણે કેટલીક જગ્યાએ ઢોર પકડવા જતી તંત્ર ટીમ પર જીવલેણ હુમલો (Attack on VMC’s stray cattle capture team) કરવામાં આવતો હોવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો વડોદરામાં(Vadodara) સામે આવ્યો છે. જ્યાં ઢોર માલિક દ્વારા ઢોર પકડનારી ટીમ પર હુમલો કરીને ગાય છોડાવી ગયા છે.

Attack on VMC's stray cattle capture team
Attack on VMC’s stray cattle capture team

પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા મનપા દ્વારા દિવસ-રાત ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે રાત્રે શહેરના ફતેંગજ વિસ્તારમાં મનપાની ઢોર પાર્ટીના માર્કેટ સુપરવાઇઝર પ્રદિપ નામદેવ લોખંડે ટીમ સાથે રાત્રી દરમિયાન ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે છાણી ગુરૂદ્વાર સામેના રોડ પર ગાયો બેઠેલી હોવાની માહિતી મળી હતી. માહિતી મળતા વર્ધીવાળી જગ્યા પર પહોંચતા એક ગાય રખડતા જોવા મળતા ગાયને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. ગાયને દોરડા વડે બોલેરો સાથે બાંધીને ટ્રેકટર માટેની રાહ જોઈ રહ્યા હતા.

- Advertisement -
Corporator attack om vmc Team
Corporator attack om vmc Team

આ દરમિયાન સ્થાનિક લોકનું ટોળુ લાકડીઓ લઈને આવી પહોંચ્યું હતુ અને ઢોર પાર્ટીના કર્મીઓ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. ટોળામાં રહેલા એક વ્યક્તિએ ઢોર પાર્ટીના રોહન ગણેશભાઇ લોખંડેને પગના ભાગમાં લાકડી મારી હતી, સાથે જ નંદુ ભરવાડ નામના વ્યક્તિએ સુપરવાઇઝર પ્રદિપ નામદેવ લોખંડેને માર માર્યો હતો. ઉપરાંત પકડેલી ગાયને છોડાવી ગયા હતા. મનપાની ટીમ સાથે ઝપાઝપી થઈ રહી હતી તે દરમિયાન વોર્ડ નંબર એકના કોર્પોરેટર જહા ભરવાડ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઢોર પાર્ટીના કર્મીઓને અપશબ્દો ભાંડ્યા હતા. જેનો વીડિયો સોશિલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે ઢોર પાર્ટીના કર્મીએ ફતેગંજ પોલીસ સ્ટેસનમાં 7થી 8 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular