નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: ગુજરાત સરકાર દાવા કરે છે કે ગુજરાતમાં કાયદો અને વાવસ્થાનો અમલ કડકાઈથી કરવામાં આવે છે, તેમ છતાં રોજબરોજ ચોરી, લૂંટ, મારમારી અને હત્યા જેવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાય છે. ત્યારે ગુજરાતનાં ગીર સોમનાથમાં (Gir Somnath) વધુ એક આવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મિત્રએ જ નજીવી બાબતે બીજા મિત્રની હત્યા કરી દીધી હતી. ત્યારે આજે ગીર સોમનાથ SOG પોલીસે (Gir Somnath SOG Police) આ હત્યા કરનારા આરોપીની ધરપકડ કરી લીધી છે. ધરપકડ બાદ હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બનાવની વિગત મુજબ, અકરમ નામનો યુવક જે કડિયાકામ કરે છે. તેને બાંધકામ સાઇટ પર રાકેશ નામના એક યુવક સાથે મિત્રતા થઈ હતી. બંને વચ્ચે મિત્રતા વધ તેઓ સાથે હરવા-ફરવા પણ જતાં હતા. આવી જ રીતે બંને મિત્રો સાસણ ગીર ફરવા ગયા હતા, તે દરમિયાન બંને વચ્ચે ફરવાના ખર્ચ બાબતે ઝગડો થયો હતો. ત્યાર બાદ રાકેશે આવેશમાં આવીને અકરમને ધક્કો મારીને પડી દીધો હતો અને માથાના ભાગે પથ્થર માર્યા હતા, બાદમાં ફરાર થઈ ગયો હતો. અકરમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાના કારણે તેનું ઘટનાંસ્થળે જ મૃત્યુ થયું હતું.
જશાપુર ગામમાંથી લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા ગ્રામજનોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. ધતનની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહને સરકારી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હત્યા અંગેનો ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ શરૂ કરી હતી. હત્યાની ઘટનાની ગંભીરતા સમજતા સ્થાનિક પોલીસની સાથે ગીર સોમનાથ SOG પણ તપાસમાં જોડાઈ હતી. જેમાં SOGએ ટેક્નિકલ સર્વલન્સ અને હ્યુમન ઇન્ટિલેન્સના અધારે ઉંડાણપૂર્વક તપાસ કરી આરોપી રાકેશની આજે અટકાયત કરી હતી. SOGએ રાકેશની આગવી ઢબે પૂછપરછ કરતા તેણે જ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી રાકેશને જેલ હવાલે કર્યો છે.
Tag : Gir Somnath Crime News
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








