Saturday, October 24, 2026
HomeGujaratAhmedabadઅડધા અમદાવાદ શહેરમાં શિયાળા ટાણે પાણીકાપ, નર્મદા નહેરમાં પાણી ખૂટ્યું, 60 લાખથી...

અડધા અમદાવાદ શહેરમાં શિયાળા ટાણે પાણીકાપ, નર્મદા નહેરમાં પાણી ખૂટ્યું, 60 લાખથી વધુ લોકોને અસર થશે

- Advertisement -

Water cut in Ahmedabad city : નર્મદા મુખ્ય નહેરમાં પાણીના સ્તરમાં ઘટાડો (Drop in water level in the Narmada Main Canal) થયો હોવાના કારણ આવતીકાલે રવિવારે 25 ઓક્ટોબરના રોજ પૂર્વ અમદાવાદ સહિત 5 ઝોનમાં પાણી વિતરણમાં કાપ મુકવામાં આવ્યો છે. મધ્ય, પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ પાંચેય ઝોનના નાગરિકોને પાણીનો વપરાશ આયોજનપૂર્વક કરવો પડશે. આ પાણીકાપની અસર 60 લાખથી વધુ લોકોને પહોંચશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ અમદાવાદીઓને કરકસરપૂર્વક પાણી વાપરવા અપીલ (AMC appeal to use water sparingly) કરી છે.

AMC ના સૂત્રોના જણાવ્યાનુસાર નર્મદા મુખ્ય નહેરમાં કોર્પોરેશનના હેડ રેગ્યુલેટર પાસે પાણીના સ્તરમાં વધઘટ થવાને કારણે કોતરપુર વૉટર વર્ક્સ (Kotarpur Water Works) માં પૂરતા પ્રમાણમાં રો વોટર ઉપલબ્ધ થઈ શકશે નહીં. ઉપલબ્ધ પાણીના જથ્થા પ્રમાણે શુદ્ધીકરણ કરીને શહેરનાં વૉટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનોને પાણી પૂરું પાડવામાં આવશે. પરિણામે પાંચેય ઝોનમાં સામાન્ય દિવસોની સરખામણીએ પાણી વિતરણમાં ઘટાડો રહેશે. પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારો ઉપરાંત પશ્ચિમ અમદાવાદના પાલડી, વાસણા, નારણપુરા, નવરંગપુરા, નારણપુરા, સાબરમતી, વાડજ અને ચાંદખેડા સહિતના વિસ્તારોમાં પણ પાણી પુરવઠાને અસર થશે.

- Advertisement -

પૂર્વ અમદાવાદના વસ્ત્રાલ, નરોડા, નિકોલ, ઓઢવ, ઇન્ડિયા કોલોની અને અમરાઈવાડી સહિતના વિસ્તારોમાં પાણી વિતરણમાં ઘટાડો થશે. આ ઉપરાંત મધ્ય અને દક્ષિણ અમદાવાદના બહેરામપુરા, નારોલ, દાણીલીમડા, મણિનગર, જમાલપુર, ખાડિયા, દરિયાપુર, શાહીબાગ, અને અસારવા સહિતના વિસ્તારોમાં પણ પાણી પુરવઠાને અસર થશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular