નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Heart Attack News : ગુજરાતમાં (Gujarat) છેલ્લા કેટલાક સમયથી યુવાનો હાર્ટ એટેકનો (Heart Attack) શિકાર બની રહ્યા છે. જેના કારણે નાની ઉંમરમાં જીવ ગુમાવતા હોય છે. અગાઉ રમત રમતા, જીમમાં કસરત કરતાં અને બેઠા-બેઠા યુવાનોને હાર્ટ એટેક આવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં જ રાજકોટમાં ગુરૂપૂર્ણીમાંના દિવસે ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને હાર્ટ એટેક આવતાં કાર્યક્રમના સ્ટેજ પર ઢળી પડ્યો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે ગુજરાતમાં 24 કલાકમાં બે યુવાનોને હાર્ટ એટેક આવતા જીવ ગુમાવ્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં (Rajkot) ભાવનગર રોડ પર આવેલા મહિકા ગામમાં રહેતા અને શિવ કેટરર્સ નામે ધંધો કરતાં 21 વર્ષીય મોહિત પટેલ નામના યુવકને બુધવારે સવારે હાર્ટ એટેક આવ્યો હતો. યુવાનને બુધવાર વહેલી સવારે બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે મોહિતને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગેની જાણ આજી ડેમ પોલીસને થતાં મૃતકના ઘરે પુછપરછ કરવા માટે દોડી આવી હતી. ત્યાં જાણવા મળ્યું હતું કે, મોહિત મંગળવારે રાત્રીના સમયે કામેથી મોડા ઘરે આવ્યો હતો, ત્યારબાદ તે આવીને ઊંધી ગયો હતો, સવારે તેના દાદી તેને ઉઠાડવા માટે ગયો હતા, ત્યારે મોહિત ઉઠ્યો જ ન હતો. જેથી દાદીએ પરિવારને જાણ કરતાં પરિવારજનો મોહિત પાસે દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જ મોતનું સાચુ કારણ સામે આવી શકે છે.
હાર્ટ એટેકનો બીજો બનાવ દેવભુમી દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના ખંભાળિયા તાલુકામાંથી સામે આવ્યો છે. જ્યાં ધરમપુર ગામે રહેતો 26 વર્ષીય પ્રવીણ કણજારિયા નામના યુવકને હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું છે. પ્રવીણ મિસ્ત્રીકામ કરી રહ્યો હતો. તે દરમિયાન પિતાની નજર સામે જ હાર્ટ એટેક આવતા ઢળી પડ્યો હતો. જેથી પ્રવીણને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે પ્રવીણને મૃત જાહેર કર્યો હતો. પ્રવીણની અગાઉ સગાઈ થઈ હતી અને દિવાળી બાદ તેના લગ્ન થવાના હતા. જોકે જીવનસાથીનો સાથ મળે તે પહેલા જ પ્રવીણનું મૃત્યુ થતાં પરિવાર શોકમાં ગરકાવ થયો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796