નવજીવન ન્યૂઝ. વેરાવળ: ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લો જાણે નકલી ઘીના (Fake Ghee) કારોબારનું હબ બનવા જઈ રહ્યું હોય એ પ્રકારે નકલી ઘી ઝડપાય રહ્યું છે. તાજેતરમાં જ ઉનામાં (Una) નકલી ઘીનું કારખાનું પકડાયું હતું જેમાં ભાજપના એક નેતા વેપારીને બચાવવા હવાતિયા મારતા જોવા મળ્યા હતા. ત્યારે હવે વેરાવળમાંથી (Veraval) શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું છે.

નકલી ઘીના કારોબારની ગંધ આવતા ગીર સોમનાથ એસ.ઓ.જી.ની ટીમે દરોડોની કામગીરી શરૂ કરી હતી. જેમાં ગતરોજ બુધવારે વેરાવળના ડારી ગામ અને વખારિયા બજારમાં દરોડા કરવામાં આવ્યા હતા. દરોડાની કામગીરી દરમિયાન કુલ 121 ડબ્બા શંકાસ્પદ ઘી સાથે મીની કારખાના ઝડપી લીધા હતા. એસ.ઓ.જી.એ ડારી ગામ ખાતે આવેલી શ્યામ દિવેલ નામની પેઢીમાં દરોડો પાડી 52 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી લીધું હતું. બીજી તરફ એસ.ઓ.જી.એ વેરાવળના વખારીયા બજારમાં પણ દરોડો કર્યો હતો જ્યાંથી 69 ડબ્બા શંકાસ્પદ ઘી ઝડપી લીધું હતું.
એસ.ઓ.જી. શંકાસ્પદ ઘીની બાતમી મળતા દરોડા પાડતા ડારી અને વેરાવળમાંથી શંકાસ્પદ ઘીના 121 ડબ્બા સાથે શંકાસ્પદ ઘી બનાવવાના સાધન સામગ્રી સહિત કુલ રૂપિયા 2,34,205નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. ઝડપાયેલા શંકાસ્પદ ઘીના નમૂના અને પૃથ્થકરણની કામગીરી માટે પોલીસે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરી નમૂના પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે આ પહેલા પણ ગીર સોમનાથના ઉના ખાતેથી શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ઝડપી પાડવામાં આવ્યું હતું. ત્યારે ગીર સોમનાથનમાં નકલી ઘીનો કારોબાર ફુલીફાલી રહ્યો હોય તેવી સ્થિતી જણાય રહી છે.

Tag: Fake ghee factory seized from Veraval
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








