Sunday, April 19, 2026
HomeGujaratલણવાની કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલય વિદ્યાર્થિનીના સન્માન મામલે આચાર્યાએ લેખીત માફી...

લણવાની કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલય વિદ્યાર્થિનીના સન્માન મામલે આચાર્યાએ લેખીત માફી માગી, આજે શાળા કરશે સન્માન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેરાલુ: ગુજરાતના મહેસાણા (Mehsana) જીલ્લામાં ખેરાલુના (Kheralu) લણવા ગામમા ‘બેટી બચાઓ અને બેટી પઢાઓ’ના સરકારના સ્લોગનના ખુલ્લેઆમ કે. ટી. પટેલ શાળાના સંચાલકો, શિક્ષકો અને આચાર્યએ ચીથરા ઉડાવ્યા હતા. 15 ઓગસ્ટના દિવસે ટોપરને બદલે બીજા નંબરની છાત્રાનું શાળાએ સન્માન કરતા વિવાદ થયો હતો. શાળામાં ધોરણ 10માં પ્રથમ નંબરે પાસ થયેલી વિદ્યાર્થિનીને પંરપરાગત સન્માન સંભારભમાં હાજર હોવા છતાં અન્યાય થયો હોવાની ઘટના બનતા શિક્ષણ જગતમાં ખળખળાટ મચી ગયો હતો. લુણવાની કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલયમાં દર 15મી ઓગસ્ટે યોજાતા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં અન્યાય મામલે જિલ્લા શિક્ષણ અધિકારીના તપાસના આદેશ બાદ શાળાના આચાર્ય દ્વારા આખરે લેખિત માફી માગીને પોતાની ભૂલ સ્વીકરી છે અને આજે ગુરૂવારે સવારે અરનાઝબાનુના ઘરે જઈને આચાર્યએ માફી માગી હતી. તેમજ શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થિની અરનાઝબાનુનું બધાની હાજરીમાં સન્માન કરશે.

મહેસાના ખેરાલુ તાલુકાના લુણવા ગામની શાળા કે. ટી. પટેલ સ્મૃતિ વિદ્યાલય દ્વારા 15મી ઓગસ્ટે દર વર્ષે યોજાતા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાં વર્ષ 2023માં ધોરણ 10માં પ્રથમ નંબરે આવનારી વિદ્યાર્થિની અરનાઝબાનુનું સન્માન ન કરીને બીજા નંબરે આવનારી વિદ્યાર્થિનીનું સન્માન કરીને આચાર્ય સહિતના શાળાએ દાખવેલી ભેદભાવ ભરી નીતિને લઈ સમગ્ર મામલે શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. ભેદભાવભરી ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમ્રગ રાજ્યમાં પડતાં જિલ્લા શિક્ષણ અધિકારીએ આપેલા તપાસના આદેશ બાદ શાળાના આચાર્યે આખરે લેખિત માફી માગીને પોતાની ભૂલ સ્વીકારી છે અને ગુરુવારના રોજ આજે શાળાની પ્રાર્થના સભામાં વિદ્યાર્થીની અરનાઝબાનુનું સન્માન કરવામાં આવશે તેવું જણાવ્યું છે.

- Advertisement -

આ મામલે મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી એ. કે. મોઢ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય અને સંચાલક મંડળે વિદ્યાર્થિનીના ઘરે જઈ વાલીની હાજરીમાં પોતાની ભૂલ સ્વીકારી લેખીતમાં માફી માગી છે. ગુરૂવારે સવારે પ્રાર્થના સભામાં વિદ્યાર્થિની અરનાઝબાનુ પઠાણનું સન્માન કરવામાં આવશે સાથે તેમણે લેખિત માફી માગીને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની ખાતરી પણ આપી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular