Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદમાં હત્યાની ઘટનાના 10 મહિના બાદ PM રિપોર્ટ આવતા નોંધાયો ગુનો, જાણો...

અમદાવાદમાં હત્યાની ઘટનાના 10 મહિના બાદ PM રિપોર્ટ આવતા નોંધાયો ગુનો, જાણો ઘટના પાછળની ઇનસાઈડ સ્ટોરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં (Ahmedabad) થોડા સમય અગાઉ પતિ-પત્ની વચ્ચે થયેલા ઝગડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા પતિએ જ પત્નીને ગળે ટૂંપો આપી હત્યા કરી દીધી હતી. આ હત્યા 2022માં થઈ હતી, જેનો ગુનો 21 ઓગસ્ટ ૨૦૨૩ના રોજ રખિયાલ પોલીસ સ્ટેશન ‍(Rakhiyal police station) ખાતે નોંધાયો છે. એક વર્ષ અગાઉ થયેલી હત્યાનો ગુનો આટલો લાંબા સમય વિતી ગયા બાદ કેમ નોધાયો? પોલીસે ગુનો નોંધવામાં આટલો વિલંબ કેમ કર્યો તે તમામ સવાલો વાચકોને થતાં હશે. તેને વિગતવાર જાણીશું આ અહેવાલમાં.

rakhiyal police station murder case
rakhiyal police station murder case

બનાવની પ્રાથમિક વિગત મુજબ, બિહારના વૈશાલી જિલ્લાનું દંપતી પોતાના એક બાળક સાથે 2022માં કામ માટે અમદાવાદ આવ્યું હતું. આ દંપતી રખિયાલ વિસ્તારમાં આવેલા નુર નગરમાં ભાડાનું મકાન રાખી રહેતું હતું. અમદાવાદમાં આવ્યા બાદ દંપતી વચ્ચે આવર-નવાર કોઈને કોઈ બાબતને લઇ માથાકૂટ થતી હતી. એક દિવસ દંપતી વચ્ચનો ઝગડો ઉગ્ર બનતા ઉશ્કેરાયેલા પતિ મોહમ્મદ સલામતે તેની પત્ની સમીનાખાતુંનનું ગળું દબાવી મોતેને ઘાટ ઉતારી દીધી હતી. ત્યાર બાદ હત્યા કરીને ઘર છોડીને ભાગી ગયો હતો. આ અંગે સમીનાખાતુના દીકરાએ પલંગ પર મૂર્ત હાલતમાં પડેલી માતને ઉઠાડવાનો પ્રયાસ કરતા તે ઉઠી ન હોતી. જેને લઇ સમીનાના દીકરાએ બાજુમાં આવેલા પાડોશીને જાણ કરી હતી. જેના કારણે પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. તેમણે સમીનાને જોતા તે મૃત હાલતમાં પડી હતી. બાદમાં તત્કાલિક તેમણે બિહારમાં રહેતા મૃતક સમીનાના પરિવારને ટેલીફોનિક જાણકારી આપી હતી.

- Advertisement -

ઘટનાની જાણ થતાં સમીનાનો ભાઇ અમદાવાદ દોડી આવ્યો હતો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા રખિયાલ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અસારવાની સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈએ પોતાના બનેવીને કોલ કરતા બનેવીએ કોલ પણ રિસિવ કર્યો ન હતો. પોસ્ટમોર્ટમ બાદ હોસ્પિટલે મહિલાનો મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. આ મામલે રખિયાલ પોલીસે જે તે સમયે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જોકે 2022માં બનેલી ઘટનાનો ૧૦ મહિના બાદ FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. FSL અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃતક મહિલા સમીનાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ બાબતને લઇ રખિયાલ પોલીસ દ્વારા બિહારમાં રહેતા મૃતક મહિલાના પરિવારને ટેલીફોનીક જાણકારી આપી હતી. પરંતુ ફરિયાદી તરફથી કોઈ ફરિયાદ આપવામાં ન આવતા રખિયાલ પોલીસની એક ટીમ બિહાર મૃતક મહિલાના ઘરે ગઈ હતી અને ફરિયાદ કરવા સમજાવ્યા હતા. જે બાદ મૃતકના ભાઈએ ફરિયાદ લખાવતા પોતાના બનેવી સામે હત્યામાં આરોપ લગાવ્યો છે. તેણે પોલીસને નિવેદન આપતા કહ્યું હતું કે, મારી બહેન સાથે બનેવી આવર-નવાર મારઝૂડ કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. મૃતકના ભાઈએ આ હત્યા બનેવીએ જ કરી હોવાની આશંકા વ્યક્ત કરી છે. જે અંગે રખિયાલ પોલીસે હત્યારા પતિ સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તાપસ હાથ ધરી છે.

આ અંગે રખિયાલ પોલીસ ઇન્સ્પેક્ટર જે. એચ. સિંધવ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, બિહારથી દંપતી 2022 અમદાવાદના નુર નગરમાં કામ માટે રહેવા આવ્યું હતું. 2022માં મહિલાનો તેમના ઘરમાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઇ પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ બાબતને લઇ 10 મહિના બાદ પોસ્ટમોર્ટમ અને FSL રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં મહિલાનું ગળું દબાવીને હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જોકે આ બાબતને લઇ ફરિયાદીને જાણ કરવામાં આવતા તેઓ દ્વારા ફરિયાદ કરવામાં આનાકાની કરવામાં આવતી હતી. જેને લઇ રખિયાલ પોલીસની એક ટીમ બિહારના વૈશાલી જિલ્લામાં ગઈ હતી. ત્યાં મૃતકના પરિવાર સાથે મળી ફરિયાદીની ફરિયાદ લીધી હતી અને હત્યારા પતિ સામે હત્યાનો ગુનો નોંધી આરોપી પકડવા તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

- Advertisement -

આ અંગે ફરિયાદી અબ્દુલ કલામ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, 2022માં મારી બહેન સમીનાખાતુનનું મૃત્યુ થયું હતું. જેને કારણે હું અમદાવાદ આવ્યો હતો. જોકે જે તે સમય પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે ન આવતા મૃત્યુ પાછળનું કારણ જાણી શકાયું ન હતું. હવે 10 મહિના બાદ પોસ્ટમોર્ટમ અને FSL રિપોર્ટ સામે આવતા તેમાં હત્યા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મારા બનેવીના અન્ય યુવતી સાથે આડા સંબંધો પણ હતા, જેના કારણે મારી બહેન અને બનેવી વચ્ચે આવર-નવાર માથાકૂટ થતી હતી. મારી બહેનની હત્યા બેનવીએ ક કરી હોવાના આરોપ સાથે અમે આ મામલે રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Tag: Ahmedabad Crime News Today Gujarati

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular