Sunday, June 7, 2026
HomeGeneralGSPCએ CSR અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રને ત્રણ ફાયરફાઇટિંગ રોબોટ્સ અને બે એમ્બ્યુલન્સ આપી

GSPCએ CSR અંતર્ગત જિલ્લા વહીવટીતંત્રને ત્રણ ફાયરફાઇટિંગ રોબોટ્સ અને બે એમ્બ્યુલન્સ આપી

- Advertisement -



ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશને બુધવારે GSPC સમર્થિત સીએસઆર પ્રોજેક્ટ્સની એસેટ્સ ગુજરાત સરકારના સંબંધિત જિલ્લા વહીવટીતંત્રને સોંપી દીધી હતી. GSPCએ તેલ અને ગેસના સંશોધન અને ઉત્પાદન સાથે સંકળાયેલા GSPC ગ્રુપની મુખ્ય સંસ્થા છે. આ કાર્યક્રમ ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુ દેસાઈ, જીએસપીસીના એમડી સંજીવ કુમાર (IAS) તેમજ જીઆઇડીસીના ઉપાધ્યક્ષ, એમ.ડી. અને GCSRAના સી.ઇ.ઓ. એમ. થેન્નારસન (IAS) તથા વડોદરાના ચિફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટની હાજરીમાં ગાંધીનગરના જીએસપીસી ભવન ખાતે યોજાયો હતો.

- Advertisement -

એમ. થેન્નારસને અલગ-અલગ ક્ષેત્રે કરવામાં આવતી સીએસઆર પ્રવૃત્તિઓ અંગે ઊર્જામંત્રીને ટુંકમાં જણાવ્યુ હતુ તેમજ સીએસઆરના વિવિધ પ્રોજેક્ટ્સ અંગે તેમને માહિતગાર કર્યા હતા. ગુજરાત સીએસઆર ઓથોરિટીએ ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત પ્લેટફોર્મ છે, જે જાહેર અને ખાનગી ક્ષેત્રની કંપનીઓને સીએસઆર ફંડનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં મદદ કરે છે અને રાજ્યના કલ્યાણ અને સુખાકારીમાં પણ યોગદાન આપે છે. આ ઉપરાંત, GCSRA અન્ય કંપનીઓ અને પ્રાઇવેટ સેક્ટર યુનિટ્સ (PSUs)ને CSR વ્યૂહરચના તેમજ એન્યુઅલ પ્લાનના ડેવલપમેન્ટમાં પણ મદદ પૂરી પાડે છે.


GSPCએ બે પ્રોજેક્ટ્સ માટે GSCRA સાથે ભાગીદારી કરી છે. પ્રથમ પ્રોજેક્ટ અંતર્ગત ગ્રામીણ વિસ્તારની કટોકટીની જરૂરિયાતને પહોંચી વળવા તેમજ નર્મદા અને દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ઉદ્દેશથી બે ટાઇપ-ડી એમ્બ્યુલન્સ તૈયાર કરવામાં આવી હતી. બીજા પ્રોજેક્ટમાં ત્રણ મિનિમાઇઝ્ડ અને કન્વિનિયન્ટ ક્રાઇસિસ રિસ્પોન્ડર રોબોટ્સ એટલે કે ન્યૂનતમ અને કટોકટીના સમય માટે અનુકૂળ પ્રતિક્રિયા આપતા રોબોટ્સ તૈયાર કરવામાં આવ્યા જે, અગ્નિશામક દળને એલિવેટેડ સ્ટ્રક્ચરની આગ સામે લડવામાં મદદ કરશે, ખાસ કરીને અતિશય જોખમી પરિસ્થિતિમાં આ રોબોટ્સ ખૂબ જ મદદરૂપ બને છે. આ રોબોટ્સ પહાડીઓ પર તેમજ છીછરા પાણીમાં પણ સરળતાથી ચાલી શકે છે અને 100 કિલોગ્રામનો પેલોડ વહન કરી શકે છે. મંત્રીએ આ રોબોટ્સ કઈ રીતે કાર્ય કરે છે તેનું લાઈવ પ્રેઝન્ટેશન કાર્યક્રમ દરમિયાન નિહાળ્યું હતું.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular